5 વર્ષમાં માંડવીનો એકપણ ખેડૂત બોર કે સિંચાઈની સુવિધાથી વંચિત નહીં રહે: મંત્રી

PC: khabarchhe.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના પારડી ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પ્રાયોજના વહીવટદારની કચેરી માંડવી, ટ્રાઈબલ સબ પ્લાન-માંડવીના ઉપક્રમે ખેડૂતોની સિંચાઈ માટે રૂ.1.19 કરોડના ખર્ચે 70 જેટલા બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ટ્રાઈબલ સબ પ્લાન કચેરી-માંડવીના લાભાન્વિત ખેડૂતોને કુલ રૂ.97 લાખના તાડપત્રી, દવા છાંટવાનો પંપ અને કેરેટ જેવા સાધનોનું પણ આદિજાતિ મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં માંડવી તાલુકાનો એક પણ ખેડૂત બોર કે સિંચાઈ સુવિધાથી વંચિત ન રહે તેવું પાણીદાર આયોજન થઈ રહ્યું છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં આદિમ જૂથો અને હળપતિઓ માટે ખેતીવાડી વિકાસ, મકાન, કૃષિ સાધન સહિતની સુવિધાઓ અને લાભો આપવાનું આયોજન છે એમ જણાવી હળપતિઓની પાયાની છ સુવિધા સાથે મકાન ઉપલબ્ધ થાય એવા લક્ષ્ય સાથે સરકાર કામ કરી રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2024માં કોઈપણ આદિવાસી ખેડૂત કે લાભાર્થી મકાનથી વંચિત ન રહે તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp