નજફગઢના એક બોલરે કોહલીનું સ્ટમ્પ ઉખાડ્યું, ઉડીને પહેલી સ્લીપ પાસે ગયું!

લગભગ 13 વર્ષના લાંબા ગાળા પછી રણજી ટ્રોફી રમવા આવેલો વિરાટ કોહલી 31 જાન્યુઆરીએ ફ્લોપ સાબિત થયો. કિંગ કોહલી અરુણ જેટલી સ્ટેડિયમમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 6 રન બનાવીને બોલ્ડ આઉટ થયો. કોહલી આઉટ થતાં જ આખા અરુણ જેટલી સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ. કોહલીને આઉટ કરનાર રેલવે બોલરનો દિલ્હી સાથે જ ખાસ સંબંધ છે.
દિલ્હીની પહેલી ઇનિંગમાં, રેલવેના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. યશ ધુલ (32)ના આઉટ થયા પછી કોહલી મેદાનમાં આવ્યો. જ્યારે યશ આઉટ થયો ત્યારે દિલ્હી ટીમનો સ્કોર 78/2 થઈ ગયો. જ્યારે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેન અરુણ જેટલી સ્ટેડિયમમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવવાનું શરૂ કરી દીધું.
VIRAT KOHLI DISMISSED FOR 6 RUNS IN RANJI TROPHY RETURNS..!!!#ViratKohli pic.twitter.com/974b7IPirO
— DEEP SINGH (@CrazyCricDeep) January 31, 2025
આ દરમિયાન, કોહલીએ શાનદાર સ્ટ્રેટ ડ્રાઈવ પર ચોગ્ગો ફટકાર્યો. કોહલીના આ શોટમાં આત્મવિશ્વાસ દેખાતો હતો. એવું લાગતું હતું કે કોહલી આ ઇનિંગ્સમાં લાંબુ રમશે, પરંતુ તે ફક્ત 15 બોલનો સામનો કરી શક્યો અને ફક્ત 6 રન બનાવ્યા પછી બોલ્ડ થઈ ગયો. કોહલીને 29 વર્ષીય હિમાંશુ સાંગવાને આઉટ કર્યો. આ દરમિયાન, કોહલીનો સ્ટમ્પ પણ ઉડીને પહેલી સ્લિપ પાસે પડી ગયું. કોહલીને આઉટ કર્યા પછી હિમાંશુનો ઉત્સાહ જોવા જેવો હતો. તેનો વીડિયો ખૂબ ચર્ચામાં છે.
જ્યારે કોહલી આઉટ થતાં જ ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમનું મેદાન છોડીને જવા લાગ્યા. અહીં તમને બતાવી દઈએ કે, આ મેચમાં દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રેલવેની ટીમ પહેલા દિવસે 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જો આપણે હિમાંશુ સાંગવાન વિશે વાત કરીએ તો તે 29 વર્ષનો છે. તે જમણા હાથે મધ્યમ ઝડપી બોલિંગ કરે છે. હિમાંશુ સાંગવાનનો જન્મ 2 સપ્ટેમ્બર 1985ના રોજ દિલ્હીના નજફગઢ વિસ્તારમાં થયો હતો. વીરેન્દ્ર સેહવાગ પણ અહીંથી જ બહાર નીકળ્યો હતો. રેલવે ટીમ માટે રમતા પહેલા, તે દિલ્હીની અંડર 19 ટીમમાંથી પણ રમી ચુક્યો છે.
દિલ્હી અને રેલવે વચ્ચેની આ મેચ પહેલા, હિમાંશુ સાંગવાને 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 77 વિકેટ લીધી છે અને તેના નામે 106 વિકેટ છે. તેણે 17 લિસ્ટ A મેચોમાં 21 વિકેટ લીધી છે અને 10 રન બનાવ્યા છે. હિમાંશુએ 7 T20 મેચ પણ રમી છે, જેમાં તેણે 5 વિકેટ લીધી છે અને 10 રન બનાવ્યા છે.
રેલ્વે પ્લેઇંગ ઇલેવન: અંચિત યાદવ, વિવેક સિંહ, સૂરજ આહુજા (કેપ્ટન), ઉપેન્દ્ર યાદવ (વિકેટકીપર), મોહમ્મદ સૈફ, ભાર્ગવ મેરાઈ, કર્ણ શર્મા, રાહુલ શર્મા, હિમાંશુ સાંગવાન, અયાન ચૌધરી, કુણાલ યાદવ.
દિલ્હીની પ્લેઇંગ ઇલેવન: અર્પિત રાણા, સનત સાંગવાન, વિરાટ કોહલી, યશ ધુલ, આયુષ બદોની (કેપ્ટન), પ્રણવ રાજવંશી (વિકેટકીપર), સુમિત માથુર, શિવમ શર્મા, નવદીપ સૈની, મણિ ગ્રેવાલ, સિદ્ધાંત શર્મા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp