- Sports
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ છે બે ICC ફાઇનલ, રેકોર્ડ જાણીને વધી જશે ચિંતા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ છે બે ICC ફાઇનલ, રેકોર્ડ જાણીને વધી જશે ચિંતા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના બીજા ફાઇનલિસ્ટનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડે જીત મેળવી. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. હવે 9 માર્ચે બંને ટીમો વચ્ચે ટાઇટલ ટક્કર થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
2000 માં થઈ હતી ટાઇટલ ટક્કર
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 1998 માં થઈ હતી. શરૂઆતમાં તે ICC નોકઆઉટ ટ્રોફી તરીકે જાણીતી હતી. 2000 માં કેન્યા દ્વારા આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ ટાઇટલ ટક્કર હતી. નૈરોબીમાં યોજાયેલી ટાઇટલ મેચમાં ન્યુઝીલેન્ડને જીત મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે સૌરવ ગાંગુલીના 117 રનની મદદથી 264 રન બનાવ્યા. 132 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ન્યુઝીલેન્ડે ક્રિસ કેર્ન્સની સદીની મદદથી બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આ ન્યુઝીલેન્ડની પહેલી ICC ટ્રોફી પણ હતી.
બીજી વખત પણ ભારતને મળી હાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે વાર ICC ઇવેન્ટ્સના ટાઇટલ મેચમાં આમને-સામને થયા છે. નેબીજી વખત પણ જીત મળી. 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ટાઇટલ મેચ આ બે ટીમો વચ્ચે રમાયો હતો. સાઉથમ્પ્ટનના રોઝ બાઉલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 217 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે 249 રન બનાવ્યા. બીજા દાવમાં ભારતની બેટિંગ ફક્ત 170 રન સુધી મર્યાદિત રહી. બે વિકેટે 140 રન બનાવીને, ન્યુઝીલેન્ડે મેચ અને ટાઇટલ જીતી લીધું.
50 રનથી સેમિફાઇનલ જીતી
ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલ મેચમાં 50 રનથી જીત મળવી. પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે કેન વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદીઓની મદદથી 362 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 9 વિકેટે 312 રન જ બનાવી શક્યું. ડેવિડ મિલરે મેચના છેલ્લા બોલ પર બે રન લઈને પોતાની સદી પૂર્ણ કરી.
Related Posts
Top News
Hyundaiએ ડ્યુઅલ-સિલિન્ડર સાથે લોન્ચ કરી તેની સૌથી સસ્તી CNG SUV, કિંમત છે બસ આટલી
IPL મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ
રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ: AM/NS India શહેરને ઈમરજન્સી સેવા આપવા તત્પર
Opinion
-copy20.jpg)