કભી કભી મેરે દિલ મેં...અશ્વિને પૂર્વ ફાસ્ટ બોલરને હિન્દીમાં ગીત ગવડાવ્યું

PC: msn.com

રવિચન્દ્રન અશ્વિન હાલમાં જ સાઉથ આફ્રિકા પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યો છે. તેણે પ્રોટીયાઝ ટીમ સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. જોકે, તે ટેસ્ટમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. અશ્વિન અને એન્ટિનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એન્ટિની CSKના ચાહકો માટે હિન્દીમાં ગીત ગાઈ રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેણે યજમાન ટીમ સાથે 3 T20, 3 ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો હતો. અનુભવી ઓફ સ્પિનર R અશ્વિન પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો. ટેસ્ટ નંબર વન બોલર R અશ્વિન આ સમયગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મખાયા એન્ટિનીને મળ્યો હતો. મખાયા એન્ટિની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યો છે. આ દરમિયાન એન્ટિનીએ CSK ફેન્સ માટે એક પ્રખ્યાત હિન્દી ગીત ગાયું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં CSKના બે ભૂતપૂર્વ ખેલાડી R અશ્વિન અને મખાયા એન્ટિની ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. અશ્વિન વીડિયોમાં એન્ટિનીને પૂછે છે કે, જો CSK ફેન્સ તમને જોઈ રહ્યા હોય તો તમે તેમને શું સંદેશ આપવા માંગો છો? આના પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એન્ટિનીએ હિન્દી ક્લાસિકલ ગીત ગાવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં એન્ટિની અહીં એક ગીત ગાઈ રહ્યો છે. ‘કભી કભી મેરે દિલ મેં યે ખયાલ આતા હૈ.’ એન્ટિની આ ગીત ગાય છે કે, તરત જ બંને ખેલાડીઓ જોર જોરથી હસવા લાગે છે.

R અશ્વિન અને મખાયા એન્ટિની 2008 IPLમાં સાથે રમ્યા હતા. એન્ટિનીએ IPLની પ્રથમ સિઝનમાં 9 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. ત્યારપછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. CSKને ખિતાબી મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે દક્ષિણ આફ્રિકામાં કેપટાઉન ટેસ્ટ મેચ જીતીને બે મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. જો કે, ભારતનું સાઉથ આફ્રિકામાં 31 વર્ષ સુધી ફરી ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું અધૂરું રહ્યું. આ સમયગાળા દરમિયાન રોહિત શર્માએ અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી હતી, જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 2011માં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp