રોહિત શર્મા 9 વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમ્યો, જાણો કેટલા રન બનાવ્યા

ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા લગભગ એક દાયકાના સમયગાળા પછી રણજી ટ્રોફીમાં પાછા ફર્યા છે. મુંબઈની ટીમ આજથી (ગુરુવારે) મુંબઈના BKC ગ્રાઉન્ડ પર જમ્મુ-કાશ્મીર સામે રમશે. આ દરમિયાન બધાની નજર રોહિત અને યશસ્વી જયસ્વાલ પર હતી. બુધવારે રાત્રે કોલકાતા T20માં વિસ્ફોટક પ્રદર્શનથી ચાહકો ઉત્સાહિત હતા, પરંતુ બીજા દિવસે સવારે એટલે કે ગુરુવારે તેઓ નિરાશ થયા. હકીકતમાં, ઘરેલુ ક્રિકેટમાં હાથ અજમાવવા આવેલા ટીમ ઈન્ડિયાના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માની નિષ્ફળતાનો સિલસિલો ચાલુ રહ્યો.
આજથી (23 જાન્યુઆરી) શરૂ થયેલી મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં અજિંક્ય રહાણેએ ટોસ જીત્યો. તેઓએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને જણા મેચમાં નિષ્ફળ ગયા. યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આકિબ નબીની બોલ પર LBW આઉટ થયો. જ્યારે રોહિત શર્મા પણ ઉમર નઝીરના બોલ પર પારસ ડોગરાના હાથે 3 રન બનાવીને કેચ આઉટ થયો. રોહિત શર્મા 9 વર્ષ અને 3 મહિના પછી રણજી રમવા મેદાનમાં ઉતર્યો હતો.
37 વર્ષીય રોહિત છેલ્લા કેટલાક મહિનાઓથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં, રોહિત 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં ફક્ત 31 રન બનાવી શક્યો હતો.
જમ્મુ-કાશ્મીર સામેની આ મેચ રોહિત માટે આ સિઝનમાં એકમાત્ર મેચ હોઈ શકે છે. રોહિત 6 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં અને ત્યાર પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કરશે.
રણજી ટ્રોફીમાં પાછા ફરેલા રોહિત શર્મા મુંબઈની ઇનિંગમાં ફક્ત 19 બોલ રમી શક્યા. રોહિતે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમર નઝીર મીરના બોલને મિડવિકેટની ઉપરથી રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ઓફ સાઈડમાં ગયો. વિરોધી ટીમના કેપ્ટન પારસ ડોગરાએ મિડ-ઓફથી ડાબી બાજુ થોડા યાર્ડ દૂર એક્સ્ટ્રા કવર તરફ દોડીને એક કિંમતી કેચ પકડ્યો હતો.
@itsmihir412 pic.twitter.com/PXawxTr7Wi
— stuud (@stuud18) January 23, 2025
ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લે 2015માં (7 થી 10 નવેમ્બર) રણજી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ત્યારે રોહિતે વાનખેડે સ્ટેડિયમમાં UP સામે 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિતે અત્યાર સુધીમાં 128 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 9290 રન બનાવ્યા છે, અહીં તેનો સર્વોચ્ચ સ્કોર 309* છે. આ ઉપરાંત, રોહિતે બોલિંગ કરતી વખતે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 24 વિકેટ પણ લીધી છે.
Hello from Mumbai 👋
— BCCI Domestic (@BCCIdomestic) January 23, 2025
Mumbai captain Ajinkya Rahane has won the toss and elected to bat against J & K.#RanjiTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/oYXDhqotjO pic.twitter.com/fndwfYMkl3
જમ્મુ-કાશ્મીર સામેની આ મેચમાં મુંબઈનો કેપ્ટન અજિંક્ય રહાણે છે. આ મેચમાં મુંબઈની ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. રોહિત, યશસ્વી ઉપરાંત, પ્લેઇંગ 11માં ટીમ ઇન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ છે.
જમ્મુ-કાશ્મીર સામે મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (કેપ્ટન), શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, શમ્સ મુલાની, તનુષ કોટિયન, હાર્દિક તમોરે (વિકેટકીપર), મોહિત અવસ્થી, કર્ષ કોઠારી.
મુંબઈ સામે જમ્મુ-કાશ્મીરની પ્લેઈંગ 11: પારસ ડોગરા (કેપ્ટન), શુભમ ખજુરિયા, કન્હૈયા વાધવાન (વિકેટકીપર), આકિબ નબી, વિવરાંત શર્મા, યાવર હસન, અબ્દુલ સમદ, આબિદ મુશ્તાક, યુદ્ધવીર સિંહ, ઉમર નઝીર મીર, વંશજ શર્મા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp