- Opinion
- 106મો બંધારણીય સુધારો અને મહિલાઓ માટે તેનો અર્થ
106મો બંધારણીય સુધારો અને મહિલાઓ માટે તેનો અર્થ

[Parishi Virani]
શું તમે ક્યારેક ભારતની સંસદને જોયા પછી વિચાર્યું છે કે અહીં મહિલાઓ ક્યાં છે? વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાંથી એક હોવા છતાં, ભારતના રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વનો ઈતિહાસ ખરાબ રહ્યો છે. પણ હવે, એ બદલાઈ રહ્યું છે.
લાંબો રસ્તો, આખરે સાફ થયો
મહિલાઓ માટે સંસદમાં સીટો અનામત રાખવાની વાત નવી નથી. પ્રથમ વખત 1996માં મહિલાઓના અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ગત 25 વર્ષોથી આ મુદ્દો વારંવાર ચર્ચામાં રહ્યો—રાજકીય વિરોધ, ટોકનિઝમ અંગેની ચર્ચાઓ થતી રહી.
છેલ્લે 2023માં, અનેક વર્ષોના લોકોના દબાણ અને બદલાતા માહોલ પછી, આ બિલ પસાર થયું—અને હવે તે ભારતના સંવિધાનમાં 106મા સુધારણા તરીકે સ્થાન પામ્યું છે.
શા માટે મહત્વનું છે?
પ્રતિનિધિત્વ ફક્ત આંકડા વિશે નથી. એ અવાજ, પ્રભાવ વિશે પણ છે. આ સુધારણા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરે છે. SC/ST મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા પણ છે.
સરકાર એ તમામ લોકોની પ્રતિનિધિ હોવી જોઈએ, જેને જેને તે સેવા આપે—માત્ર અડધી જનતા નહીં.જો આ સુધારણા સાચી ભાવનાથી અમલમાં મૂકાશે, તો તે ભારતના પિતૃસત્તાત્મક રાજકીય માળખાને બદલી શકે છે. મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સશક્તિકરણ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં લાવી શકે છે.
વિશ્વ પાસેથી આપણે શું શીખી શકીએ?
રવાંડા (સંસદમાં 61% મહિલાઓ) અને ફ્રાન્સ (50% મહિલાઓના ઉમેદવારી માટે પેરિટી કાયદો) જેવા દેશો બતાવે છે કે જો રાજકીય ઈચ્છા અને સાંસ્કૃતિક પરિવર્તન સાથે જોડાય, તો જાતિય આધારે અનામત કારગર સાબિત થઈ શકે છે.
પરંતુ પાકિસ્તાનમાં 17% સીટો અનામત હોવા છતાં ઘણી મહિલાઓ માત્ર દેખાવ પૂરતી છે. શીખવાનું એ છે કે એ છે કે ફક્ત ટોકનિઝ્મથી નહીં ચાલે. —સાચી સત્તા પણ હોવી જોઈએ.
માત્ર કાયદો નહીં—એક પરિવર્તનશીલ તક
આ સુધારણાને મજબૂત સંસ્થાત્મક માળખાનો સપોર્ટ છે. ચૂંટણી પંચ (ECI) અનામત સીટોનું યોગ્ય વિતરણ અને દુરુપયોગ સામે દેખરેખ રાખશે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ખરેખર સશક્તિકરણ સુનિશ્ચિત કરશે. ન્યાયવ્યવસ્થા પણ સુધારણાના અમલ વિશે વિશ્લેષણ કરી શકે છે, ખાસ કરીને 15 વર્ષની મુદત અને રાજ્યસભા માટે વિસ્તરણ અંગે.
જોકે, આ પડકારો પણ છે...
રાજકીય પક્ષોનો વાંધો સામે ઊભેલો છે જે સત્તાને વહેંચવા તૈયાર નથી. ટોકનિઝમ, જ્યાં મહિલાઓને પદ મળે પણ સત્તા નહીં.વંશપરંપરા રાજકારણ, જે સ્થાનિક સ્તરની મહિલાઓને જગ્યા આપતું નથી. મતવિભાગ અને ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ.
તો પછી શું કરવું જોઈએ?
રાજ્યસભા અને વિધાન પરિષદમાં પણ અનામત લાવો. રાજકીય પક્ષોને 50% મહિલા ઉમેદવાર આપવા મજબૂર કરો. નવી મહિલાઓ માટે નેતૃત્વ તાલીમ કાર્યક્રમ ચલાવો. પ્રોક્સી પ્રતિનિધિત્વ અને દબાણ હેઠળ રાજીનામા સામે કાયદાકીય રક્ષણ આપો.જાહેર જાગૃતિ અભિયાન ચલાવો.
મૂળ મુદ્દો
106મો બંધારણીય સુધારો ભારતીય લોકશાહીને બદલી શકે છે—પણ એના અમલ પર બધું નિર્ભર છે.મહિલાઓને ખરેખર સત્તા મળશે કે ફક્ત ખાલી બેઠકો? શું પક્ષો તેમને સશક્ત બનાવશે કે માત્ર નામ પૂરતા જ રાખશે?આ પ્રશ્નો પૂછતા રહેવા પડશે.
(લેખક કાયદાના વિદ્યાર્થિની છે)
Related Posts
Top News
વક્ક સુધારા એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા સરકારને 7 દિવસ કેમ જોઈએ છે?
IAS સ્મિતા સભરવાલ મુશ્કેલીમાં, પોલીસે મોકલી નોટિસ, જાણો શું છે કારણ?
ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ
Opinion
