- National
- રાહુલ ગાંધીએ વોટિંગ IDના આધાર સાથે લિંક કરવા પર ચૂંટણી પંચ પાસે શું માંગ કરી?
રાહુલ ગાંધીએ વોટિંગ IDના આધાર સાથે લિંક કરવા પર ચૂંટણી પંચ પાસે શું માંગ કરી?

મતદાર ઓળખ કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની કવાયત ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ મામલો ચૂંટણી પંચ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના અધિકારીઓ વચ્ચેની બેઠકમાંથી બહાર આવ્યો છે. ચૂંટણી પંચે આ સંદર્ભમાં એક પત્ર બહાર પાડ્યો છે. આ પછી, આ મુદ્દા પર રાજકારણ તેજ બન્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને BJP IT સેલના વડા અમિત માલવિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
18 માર્ચના રોજ નવી દિલ્હીમાં UIDAI અને ભારતીય ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપરાંત UIDAIના CEO પણ હાજર હતા. આ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે, તમામ કાયદાઓ અને કોર્ટના નિર્દેશોનું પાલન કરીને મતદાર ફોટો ID કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. આ માહિતી કમિશનના એક પત્રમાંથી બહાર આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ચૂંટણી પંચ 1950ની કલમ 326 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરશે. કલમ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, જ્યારે આધાર ફક્ત વ્યક્તિની ઓળખ છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ફોટો ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય તમામ કાયદાઓ અનુસાર લેવામાં આવે.'

આ મુદ્દા પર UIDAI અને ECIના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા પત્ર બહાર પાડ્યા પછી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 'X' હેન્ડલ પરથી એક પોસ્ટ પોસ્ટ કરી છે. તેમણે કહ્યું, 'ચૂંટણી પંચે આજે આધારને મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને INDIA ગઠબંધનના લોકો સતત મતદાર યાદીઓનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આમાં મતદાર યાદીમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં નામોનો ઉમેરો અને તેમને અણધાર્યા રીતે કાઢી નાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડુપ્લિકેટ મતદાર ઓળખ કાર્ડનો ડેટા પણ શામેલ છે.'
https://twitter.com/ECISVEEP/status/1901966864252862505
રાહુલે આગળ લખ્યું, 'આધારકાર્ડથી ડુપ્લિકેટ મતદાર ઓળખ કાર્ડની સમસ્યા હલ કરી શકાય તેમ છે, પરંતુ ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને આધાર લિંક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી પંચે એ ખાતરી કરવી જોઈએ કે, કોઈપણ ભારતીય તેના મતદાન અધિકારથી વંચિત ન રહે. આ ઉપરાંત, ગોપનીયતા સંબંધિત ચિંતાઓનો પણ ઉકેલ લાવવો જોઈએ.'
આ સાથે રાહુલે માંગ કરી હતી કે, મહારાષ્ટ્ર 2024 વિધાનસભા અને લોકસભા ચૂંટણીની સંપૂર્ણ મતદાર યાદી જાહેરમાં શેર કરીને, નામ ઉમેરવા અને કાઢી નાખવાના મુદ્દા પર પણ પ્રકાશ પાડવો જોઈએ.
https://twitter.com/RahulGandhi/status/1902026197623624092
BJP IT સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'રાહુલ ગાંધીએ સમાજના ગરીબ અને નબળા વર્ગોને બાલિશ ન માનવા જોઈએ. કોંગ્રેસે UPI અને ડિજિટલ પેમેન્ટનો સખત વિરોધ કર્યો હતો. પક્ષે દલીલ કરી હતી કે, ગરીબ લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. સંસદમાં આ સંદર્ભમાં P. ચિદમ્બરમે આપેલું ભાષણ ઐતિહાસિક બની ગયું છે.'

તેમણે આગળ લખ્યું કે, 'વર્ષ 2023-24માં ડિજિટલ પેમેન્ટ વ્યવહારોની કુલ સંખ્યા 18,737 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. જ્યારે 2017-18માં તે 2,071 કરોડ રૂપિયા હતું. એટલે કે દર વર્ષે લગભગ 44 ટકાનો વધારો. આ વ્યવહારોનું કુલ મૂલ્ય પણ 2017-18માં રૂ. 1,962 લાખ કરોડથી વધીને 2023-24માં રૂ. 3,659 લાખ કરોડ થયું. મતલબ કે દર વર્ષે 11 ટકાનો વધારો થયો. આમાં UPIએ મોટી ભૂમિકા ભજવી છે.'
માલવિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ CM મમતા બેનર્જીની પાર્ટી વિશે વધુ ચિંતા કરવી જોઈએ, જે એક સમયે INDIA ગઠબંધનની સાથી હતી, કારણ કે TMC ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓનો મુખ્ય મતદાર આધાર ગુમાવવાનો ભય ધરાવે છે, જેઓ નકલી મતદાર કાર્ડનો ઉપયોગ કરીને મતદાન કરી રહ્યા છે.
https://twitter.com/amitmalviya/status/1902065661389758749
અહીં તમને જણાવી દઈએ કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT) સહિત ઘણા રાજકીય પક્ષોએ મતદારોના સમાન મતદાર ID નંબર હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, પાંચ મહિનામાં રાજ્યની મતદાર યાદીમાં 39 લાખથી વધુ મતદારો ઉમેરાયા છે. તેમણે કમિશન પાસેથી અંતિમ યાદીની માંગણી કરી હતી.
ચૂંટણી પંચે સ્વીકાર્યું હતું કે, કેટલાક રાજ્યોમાં ખામીયુક્ત આલ્ફાન્યૂમેરિક શ્રેણીને કારણે ભૂલ થઈ હતી. આ કારણે ફરીથી એ જ નંબર બહાર પાડવામાં આવ્યો, પરંતુ આને છેતરપિંડી ન કહી શકાય.
Related Posts
Top News
રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિના 29 હજાર નકલી ખાતામાં 7 કરોડ ટ્રાન્સફર, કેસ નોંધાયો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા!
વિશ્વની સૌથી મોટી T20 લીગ IPLમાં થશે આ 5 ફેરફારો; DRS, ઈમ્પેક્ટ ખેલાડી અને...
Opinion
36.jpg)