- Politics
- GST જટિલ, વિયેતનામમાં માત્ર 8 ટકા અને અહીં...' શશિ થરૂર વિફર્યા
GST જટિલ, વિયેતનામમાં માત્ર 8 ટકા અને અહીં...' શશિ થરૂર વિફર્યા

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોમવારે સરકારની આર્થિક રણનીતિ પર હુમલો કરતા ફાઇનાન્સ બિલને 'પેચવર્કના ક્લાસિક મામલો' ગણાવ્યું અને ભારતના GSTને 'દુનિયાનો સૌથી જટિલ ટેક્સ' ગણાવ્યો. લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા થરૂરે તર્ક આપ્યો કે, સરકારના સુધારાઓમાં સ્પષ્ટતાનો અભાવ છે અને ગાઢ સંરચનાત્મક પડકારોનું સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા છે. સદનમાં નાણાં મંત્રીના બજેટ ભાષણે મને ગેરેજ મિકેનિકની યાદ અપાવી દીધી, જેમણે કહ્યું હતું કે હું તમારી બ્રેક સારી નહી કરી શકું, એટલે મેં હોર્ન તેજ વગાડી દીધો, પરંતુ ફાઇનાન્સ બિલને જોતા, તેઓ હવે ટેક્સપેયર્સ કહી રહ્યા છે કે, હું છત ઠીક કરી શકી નથી, પરંતુ હું તમારા માટે છત્રી લઇને આવી છું. આ ફાઇનાન્સ બિલ પેચવર્ક સમાધાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ભારતના GST ઇન્ફ્રાને ભ્રામક અને અકુશળ બતાવતા થરૂરે કહ્યું કે, આપણે બધા જે સારા અને સરળ ટેક્સની અપેક્ષા કરી રહ્યા હતા, તેની જગ્યાએ, ભારતમાં ઘણા વધુ ભ્રામક GST દરો છે, જેમાં દુનિયામાં સૌથી વધુ 28 ટકા GST દર સામેલ છે, પરંતુ ટેક્સની આવક હજી ઘરેલુ ઉત્પાદનની 18 ટકા છે. તેમણે અન્ય દેશો સાથે તુલના કરતા કહ્યું કે, ચીનમાં 13 ટકા GSTની સીમા છે, પરંતુ તેઓ GDPનું 20 ટકા કલેક્શન કરે છે. વિયેતનામમાં આ સીમા 8 ટકા ઓછી છે અને તેઓ GDPના 19 ટકા કલેક્શન કરે છે. થાઇલેન્ડમાં GST માત્ર 7 ટકા છે અને GDPના 17 ટકા મેળે છે. હવે, વધુ પડતા દરો સિવાય, દુનિયામાં સૌથી જટિલ ટેક્સ હોવાનો શંકાસ્પદ ભાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, 77 દેશોમાં GST છે અને તેઓ માત્ર એક કે બે ટેક્સ સ્લેબ લગાવે છે. આપણા દેશમાં, ઘણા ટેક્સ સ્ટ્રક્ચરે વ્યવસાયો માટે અનુપાલન બોજમાં વધારો કર્યો છે. કોંગ્રેસના સાંસદના સવાલના જવાબમાં ભાજપના નિશિકાંત દુબેએ સરકારના આર્થિક રેકોર્ડનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા, જે 2 ટ્રિલિયન અમેરિકન ડૉલરની હતી, છેલ્લા 10 વર્ષમાં 4.5 ટ્રિલિયન અમેરિકન ડૉલર થઈ ગઇ છે. સકારાત્મક પાસાઓને જોયા વિના દરેક વસ્તુનો વિરોધ કરવો કોંગ્રેસનો એજન્ડા છે.

કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપલે પણ આ હુમલામાં સામેલ થઇને આરોપ લગાવ્યો હતો કે, 18 લાખ કરોડ રૂપિયાની કોર્પોરેટ લોન માફ કરી દેવામાં આવી છે. જવાબમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે માફ કરવાનો અર્થ એ નથી કે પૈસા આપી દેવામાં આવ્યા છે. સરકાર મામલાઓ પર નજર રાખી રહી છે.
Related Posts
Top News
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Opinion
