- Politics
- ભારત 26 ટકા ટેરિફને કેમ નથી માનતું ઝટકો? ટ્રમ્પે 52 ટકા ટેરિફના બદલે અડધો ટેરિફ જ કેમ લગાવ્યો?
ભારત 26 ટકા ટેરિફને કેમ નથી માનતું ઝટકો? ટ્રમ્પે 52 ટકા ટેરિફના બદલે અડધો ટેરિફ જ કેમ લગાવ્યો?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરીને દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારત અને ચીન સહિત ઘણા દેશો પર ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવ્યો છે. હવે ભારત તરફથી ટ્રમ્પના આ ટેક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમેરિકા તરફથી ભારત પર લગાવવામાં આવેલો 26 ટકા રેસિપ્રોકલ ટેરિફની અસરનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય તેનું વિશ્લેષણ કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, અમેરિકામાં બધા પ્રકારની આયાત પર સાર્વભૌમિક 10 ટકા ટેરિફ 5 એપ્રિલથી લાગૂ થશે, જ્યારે બાકીનો 16 ટકા ટેરિફ 10 એપ્રિલથી પ્રભાવી થશે. વાણિજ્ય મંત્રાલય આ ટેરિફના પ્રભાવોનું વિશ્લેષણ કરી રહ્યું છે. તેમણે જણાવ્યુ કે, તેમાં એક પ્રાવધાન છે કે જો કોઈ દેશ ટેરિફ સાથે જોડાયેલી કોઈ ચિંતા અમેરિકા સમક્ષ રાખે છે, તો ટ્રમ્પ પ્રશાસન તે દેશ પર ટેરિફનો દર ઘટાડવા પર વિચાર કરી શકે છે. ટ્રમ્પે આ ટેરિફને કન્સેશનલ ગણાવીને વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા છે.

ભારત પર તેના 52 ટકાની જગ્યાએ 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ તેનાથી ટ્રમ્પે ભારત સાથે વાતચીતની શક્યતા ખુલ્લી રાખી છે. બંને દેશો સતત એકબીજાના સંપર્કમાં છે. ભારત પહેલાથી જ અમેરિકા સાથે દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત કરી રહ્યું છે. બંને દેશોનું લક્ષ્ય આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં આ સમજૂતીના પહેલા ચરણનેબ અંતિમ સ્વરૂપ આપવાનું છે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પનો ભારત પર આ ટેરિફ ઝટકો નથી, પરંતુ તેની મિશ્ર અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકા આવ્યા હતા. તેઓ મારા ખૂબ સારા મિત્ર છે. પરંતુ આ પ્રવાસ દરમિયાન મેં વડાપ્રધાન મોદીને કહ્યું કે તમે અમારી સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહ્યા. ભારત હંમેશાં અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ વસૂલે છે. એટલે અમે તેમના પર 26 ટકા ટેરિફ લગાવીશું. તમને જણાવી દઈએ કે, વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને આ મુક્તિ દિવસની લાંબા સમયથી જરૂરિયાત હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઇન્ડસ્ટ્રીના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આ દિવસને આપણે અમેરિકાને ફરી એક સંપન્ન રાષ્ટ્ર બનાવવા તરીકે યાદ કરીશું. આપણે અમેરિકાને ફરીથી સપન્ન બનાવીશું.
Related Posts
Top News
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
Opinion
-copy7.jpg)