MIએ IPL 2023 માટે રિચર્ડસનની જગ્યાએ આ ઘાતક બોલરને કર્યો સાઇન

On

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં 5 વખત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની શરૂઆત સારી રહી નથી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમને પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની ટીમ પોતાના ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને આ ટૂર્નામેન્ટમાં મિસ કરી રહી છે, પરંતુ આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સે એક ઘાતક ફાસ્ટ બોલરને પોતાની ટીમમાં જગ્યા આપી છે.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર રિલે મેરેડિથને પોતાની ટીમ માટે સાઇન કર્યો છે. તે 1.5 કરોડની રકમમાં આ ટીમમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે રિલે મેરેડિથને ઇજાગ્રસ્ત ઝાંય રિચર્ડસની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝાંય રિચર્ડસનને વર્ષની શરૂઆતમાં બિગ બેશ લીગ (BBL) દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે પોતાની ટીમ પર્થ સ્કોચર્સ માટે ફાઇનલમાં નજરે પડી શકે છે, પરંતુ એમ ન થયું.

તેને ભારતમાં 17 માર્ચથી મુંબઇમાં શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની 16 સભ્યોની વન-ડે ટીમ સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હેમસ્ટ્રિંગની સમસ્યાથી ફરીથી પીડિત થવાના કારણે વન-ડે સીરિઝથી બહાર થયો અને હવે IPL 2023થી બહાર થઈ ચૂક્યો છે. ઝાંય રિચર્ડસનને મુંબઈ ઇન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL રીલિઝ મુજબ આ જ પ્રાઇઝ પર તેણે રિલે મેરેડિથને ટીમમાં સામેલ કર્યો છે. હાલમાં મુંબઈ ઇન્ડિયન્સમાં ફાસ્ટ બોલરોની કમી છે અને રિલે મેરેડિથ આવવાથી તેની બોલિંગ લાઇનઅપને મજબૂતી મળશે. રિલે મેરેડિથ પહેલા પણ IPLનો હિસ્સો રહી ચૂક્યો છે.

રિલે મેરેડિથને IPL 2021માં પંજાબ કિંગ્સ (PBKS)એ 8 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. તો ત્યારબાદ IPL 2022માં તેને મુંબઈ ઇન્ડિયન્સે જ 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. રિલે મેરેડિથે 5 T20 ઇન્ટરનેશનલ રમી છે, જેમાં 8 વિકેટ લીધી છે. જેમાં એક મેચમાં 3 વિકેટ સામેલ છે. તો IPLની વાત કરીએ તો તેણે 13 મેચોમાં 12 વિકેટ હાંસલ કરી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 9ની રહી છે. જસપ્રીત બુમારહ અને ઝાંય રિચર્ડસનની ગેરહાજરીમાં રિલે મેરેડિથ જોફ્રા આર્ચરનો સારો સાથ આપી શકે છે.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati