રુતુરાજ તો નામનો કેપ્ટન, ધોની જ બધા નિર્ણયો લે છે... લાગેલા આરોપો પર માહીની સ્પષ્ટતા

મહેન્દ્ર સિંહ ધોનીએ એ આરોપોને ફગાવી દીધા કે, રુતુરાજ ગાયકવાડ ફક્ત નામનો કેપ્ટન છે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા નિર્ણયો મહેન્દ્ર સિંહ ધોની લે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ પાંચ IPL ટાઇટલ જીત્યા હતા, પરંતુ તેણે 2024 સીઝન પહેલા ગાયકવાડને કમાન સોંપી દીધી હતી. ધોનીએ કહ્યું કે, ભલે તે ગાયકવાડ સાથે ચર્ચા કરે છે, પણ તે પોતાની સલાહ તેના પર લાદતો નથી.

Ruturaj Gaikwad
india.com

ધોનીએ કહ્યું, '2008માં અમે જે રીતે T-20 રમ્યા હતા અને ગયા વર્ષે IPLમાં અમે જે રીતે રમ્યા હતા, તેમાં ઘણો તફાવત હતો. પહેલા વિકેટો ઘણી ટર્ન થતી હતી, પરંતુ હવે ભારતમાં વિકેટો પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. તે બેટ્સમેન માટે વધુ અનુકૂળ છે.'

તેમણે કહ્યું, 'રુતુરાજ ઘણા સમયથી અમારી ટીમનો ભાગ છે. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે ખૂબ જ શાંત છે, ખૂબ જ ધીરજવાન છે. એટલા માટે અમે તેને કેપ્ટન તરીકે પસંદ કર્યો.'

MS Dhoni, Ruturaj
navbharatlive.com

ધોનીએ કહ્યું, 'મને યાદ છે કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, મેં તેને કહ્યું હતું કે, જો હું તને સલાહ આપું છું, તો તેનો અર્થ એ નથી કે તારે તેનું પાલન કરવું પડશે. હું શક્ય તેટલું દૂર રહેવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકો માનતા હતા કે, હું પડદા પાછળ રહીને નિર્ણયો લઈ રહ્યો છું. પરંતુ સત્ય એ છે કે તે 99 ટકા નિર્ણયો લઈ રહ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો, બોલિંગમાં ફેરફાર, ફિલ્ડ પ્લેસમેન્ટ...બધા તેના નિર્ણયો છે. હું ફક્ત તેને મદદ કરું છું, તેણે ખેલાડીને સંભાળવાનું ખૂબ સારું કામ કર્યું.'

ધોનીએ કહ્યું, 'બેટર્સ હવે જોખમ લેવા માટે તૈયાર છે. હવે બેટ્સમેન માને છે કે યોગ્ય ક્રિકેટ શોટથી તેઓ મોટા સ્ટ્રોક રમી શકે છે અને તેઓ તેમના શોટ પસંદગીમાં પણ સુધારો કરી રહ્યા છે, પછી ભલે તે ઝડપી બોલર સામે રિવર્સ સ્કૂપ હોય, સ્વીપ હોય કે ઝડપી બોલર સામે રિવર્સ સ્વીપ હોય.'

MS Dhoni
india.com

તેમણે કહ્યું, 'હું તેમનાથી અલગ નથી. મારે પણ મારી જાતને તેમની અનુરૂપ કરવી પડશે. હું જ્યાં પણ બેટિંગ કરી રહ્યો છું, ત્યાં મારા માટે આ જ મહત્વનું છે. તમારે સુસંગત રહેવાનો પ્રયાસ કરવો પડશે.' મેચ વિશે વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને સરળતાથી ચાર વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ પાંચ બોલ બાકી રહેતા પહેલા છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

Top News

આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ઘણી વાર એવું બને છે કે તમે એક ક્ષણે ખુશ હોવ છો અને બીજી જ ક્ષણે તમારું મન ઉદાસ થઈ...
Lifestyle 
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-04-2025 દિવસ: ગુરુવાર મેષ: આજે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. જીવનસાથીને અચાનક કોઈ શારીરિક પીડા થઈ શકે છે, જેના કારણે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું

દુનિયાની સૌથી મોટો બેવરેજીસ કંપની કોકા-કોલાએ છેલ્લાં ઘણા સમયથી સોફ્ટ ડ્રિંકસના બિઝનેસ પર ધ્યાન ઘટાડીને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ વધારવા પર...
Business 
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું

મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર

2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળી છે જે ભારતના રાજકીય અને સામાજિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ...
Governance 
મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર
Copyright (c) Khabarchhe All Rights Reserved.