હવે દેશો વચ્ચે ટેનિસ બોલથી રમાશે ક્રિકેટ... સાઉદી અરબ કરી રહી છે નવી T20 લીગ માટે ICC સાથે વાતચીત

બીજી ગ્લોબલ T20 લીગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે, જેમાં ફ્રેન્ચાઇઝી હશે, પરંતુ આ રાષ્ટ્ર આધારિત ફ્રેન્ચાઇઝી હશે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICC સાથે ચર્ચા ચાલી રહી છે. સાઉદી અરબ લીગમાં એક મોટો રોકાણકાર બની શકે છે, જ્યારે એક ઓસ્ટ્રેલિયન દિગ્ગજ કંપનીએ લીગ શરૂ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગમન અને તેની સફળતા પછી, દરેક વ્યક્તિ T20 લીગ દ્વારા પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયન દૈનિક સમાચારપત્ર અનુસાર, ટેનિસથી પ્રેરિત આઠ ટીમોની લીગ આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ યોજાવાની ચર્ચામાં છે. સાઉદી અરબના SRJ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ, જે 1 ટ્રિલિયન US ડૉલરના વેલ્થ ફંડની સ્પોર્ટ્સ શાખા છે, તેણે પહેલાથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.

New-T20-League
prabhatkhabar.com

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ લીગની કલ્પના ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નીલ મેક્સવેલ દ્વારા કરવામાં આવી હતી, જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ સભ્ય પણ છે. તે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનું સંચાલન પણ કરે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ઘણા રોકાણકારો લીગને ટેકો આપવા તૈયાર છે, જેમાં સાઉદી અરબ સૌથી મોટું છે, જે તેના માટે  0.5 બિલિયન US ડૉલર ખર્ચ કરવા તૈયાર છે.

New-T20-League3
sportsyaari.com

આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય વધારાની આવક ઊભી કરવાનો છે, જેનો ઉપયોગ ત્રણ મોટી ટીમો: ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ઉપરાંત અન્ય દેશો માટે ટેસ્ટ ક્રિકેટને ટકાઉ ફોર્મેટ બનાવવામાં મદદ કરવા માટે કરવામાં આવશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ લીગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ અને બિગ બેશ લીગ જેવી પહેલાથી જ ચાલી રહેલી T20 સ્પર્ધાઓ વચ્ચે ખાલી પડેલી વિંડોમાં યોજાશે.

New-T20-League1
ndtv.in

આ સ્પર્ધામાં રમત અપનાવનારા દેશોમાં નવી ફ્રેન્ચાઇઝીઓ તેમજ નવા બજારો તરીકે સેવા આપી શકે તેવા દેશોનો સમાવેશ થશે અને મોટી ફાઇનલ સાઉદી અરબમાં પણ યોજાઈ શકે છે. આ લીગને ICCની મંજૂરીની જરૂર પડશે, જેના ચેરમેન જય શાહ છે અને તેઓ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની હાજરી BCCIને ભારતીય ખેલાડીઓની ભાગીદારીને મંજૂરી આપવા માટે મનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, કારણ કે જે ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિ લીધી નથી તેમના પર IPL સિવાય અન્ય કોઈપણ ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Related Posts

Top News

પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પોતાની 18મી સીઝનમાં છે. તો, પાકિસ્તાન સુપર લીગ (PSL) પોતાની 10...
Sports 
પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો

મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો

મુંબઇના વિલેપાર્લા ઇસ્ટમાં આવેલા 32 વર્ષ જૂના પાશ્વર્વનાથ દિગંબર જૈન મંદિર પર પાલિકાએ બુલડોઝક ફેરવી દીધું જેને કારણે દેશભરમાં જૈન...
National 
મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો

વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ, નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક નવો રંગ શોધવાનો દાવો કર્યો છે. આ રંગનું નામ છે ઓલો. રસપ્રદ વાત એ છે કે,...
National 
વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ,  નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-04-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ રચનાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મન પ્રમાણે કામ સોંપવામાં...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.