- World
- અમેરિકા કરવા શું માંગે છે? ચીન પર 104 ટકા ટેક્સ લગાવી દીધો, નુકસાન કોને?
અમેરિકા કરવા શું માંગે છે? ચીન પર 104 ટકા ટેક્સ લગાવી દીધો, નુકસાન કોને?

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વૉર સતત આગળ વધતું જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ બાદ, વ્હાઇટ હાઉસે ચીન પર 104 ટકા ટેરિફ લગાવવાની પુષ્ટિ કરી છે. ચીન પરનો નવો વધેલો ટેરિફ આજથી (9 એપ્રિલથી) લાગૂ થઈ જશે. ફોક્સ બિઝનેસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે, ચીને પોતાની જવાબી કાર્યવાહી પાછી લીધી નથી, એટલે વધારાનો 104 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ વધારાનો ટેરિફ 9 એપ્રિલથી વસૂલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, 2 એપ્રિલની જાહેરાતમાં ટ્રમ્પે ચીન સહિત 180 દેશો પર કન્સેશનલ રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો, જેના જવાબમાં ચીને પણ અમેરિકા પર ટેરિફ લગાવ્યો હતો. આ ટેરિફને લઇને ટ્રમ્પે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ચીન 8 એપ્રિલ સુધીમાં અમેરિકા પર લગાવવામાં આવેલો ટેરિફ દૂર નહીં કરે તો તેના પર વધારાનો 50 ટકા ટેરિફ લગાવી દેવામાં આવશે. એટલું જ નહીં, ચીન તરફથી પ્રસ્તાવિત કોઈપણ બેઠક પર વાતચીત પણ તાત્કાલિક પ્રભાવથી ખતમ કરી દેવામાં આવશે.

ચીને ટ્રમ્પની ચેતવણીનો જવાબ આપતા કહ્યું હતું કે, અમે કોઈપણ હાલતમાં અમેરિકાના દબાણ સામે ઝૂકીશું નહીં. અમે ટ્રેડ વૉરનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ચીને સોમવારે અમેરિકા પર ટેરિફના માધ્યમથી આર્થિક પ્રભુત્વનો આરોપ લગાવ્યો હતો. હવે અમેરિકા દ્વારા ચીન પર 104 ટકા ટેરિફની જાહેરાતથી, બંને દેશો વચ્ચેનું ટ્રેડ વૉર એક નવા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ટ્રમ્પે 2 એપ્રિલે ચીન પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો, ત્યારબાદ અમેરિકામાં થતી તમામ ચીની આયાત પર ટેરિફ દર વધીને 54 ટકા થઈ ગયો હતો. હવે વધારાના 50 ટકા ટેરિફ બાદ, અમેરિકા દ્વારા ચીન પર લગાવવામાં આવેલો કુલ ટેરિફ વધીને 104 ટકા થઈ ગયો છે.

શુક્રવારે, ચીને પણ અમેરિકાની તમામ આયાતો પર 34 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર નિયંત્રણ અને કેટલીક ખાસ અમેરિકન કંપનીઓના વેપાર પર પ્રતિબંધ લગાવવાની પણ જાહેરાત કરી હતી. આ નવા અમેરિકન ટેરિફનો આ નવો દર 9 એપ્રિલથી લાગૂ થઇ જશે.
Related Posts
Top News
રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા
Realmeએ લોન્ચ કર્યો 7200mAh બેટરી વાળો શાનદાર 5G ફોન, પણ કિંમત છે અધધધ
'ફોન આવ્યો અને કહ્યું, જલ્દી આવી જાઓ', ઓવૈસીએ જણાવ્યું અમિત શાહ ફોન કરી શું કહ્યું
Opinion
-copy48.jpg)