- Tech and Auto
- Citroenએ 3 ખાસ કારના નવા ડાર્ક એડિશન લોન્ચ કર્યા, ધોનીએ પણ લીધી આ કારની ડિલિવરી
Citroenએ 3 ખાસ કારના નવા ડાર્ક એડિશન લોન્ચ કર્યા, ધોનીએ પણ લીધી આ કારની ડિલિવરી

ફ્રેન્ચ કાર ઉત્પાદક સિટ્રોએને આજે ભારતીય બજારમાં તેના વાહન પોર્ટફોલિયોને અપડેટ કર્યું છે અને એકસાથે 3 કારનું નવું ડાર્ક એડિશન મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની નાની હેચબેક C3, કૂપ-સ્ટાઇલ SUV Basalt અને SUV Aircrossના નવા ડાર્ક એડિશન બજારમાં લોન્ચ કર્યા છે. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સિટ્રોએન બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર હતા, જેમને સૌપ્રથમ બેસાલ્ટના ડાર્ક એડિશનની ચાવીઓ સોંપવામાં આવી હતી.
આ નવી ડાર્ક એડિશન ફક્ત ત્રણેય કારના ટોચના મોડેલોમાં જ ઉપલબ્ધ હશે અને તેની કિંમત નિયમિત મોડેલ કરતા લગભગ 19,500 રૂપિયા વધુ હશે. જે વિવિધ મોડેલો પર આધાર રાખે છે. આ ખાસ આવૃત્તિ તેની વિશિષ્ટ ડિઝાઇન અને ઉત્તમ ફિનિશ દ્વારા સરળતાથી ઓળખી શકાય છે. આ ખાસ આવૃત્તિ આજે 10 એપ્રિલ, 2025ના રોજ ચેન્નાઈમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

ત્રણેય કારનો બાહ્ય ભાગ પર્લા નેરા બ્લેક રંગમાં ફિનિશ થયેલ છે, જેમાં ગ્રિલ, બોડી સાઈડ્સ અને સિટ્રોએનના શેવરોન બેજ પર ડાર્ક ક્રોમ ફિનિશ છે. બમ્પર અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસી બ્લેક કલરનો ઉપયોગ જોવા મળે છે, જે તેના લુકને વધુ સારો બનાવે છે. કેબિનની અંદર પણ ખુબ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ કાર્બન બ્લેક ઇન્ટિરિયર, લાલ ડિટેલિંગ અને લેટર સીટ્સ કેબિનને પ્રીમિયમ બનાવે છે. લેટર-રેપ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ એક ખાસ વિશેષતા છે.
ત્રણેય કારની ડાર્ક એડિશનની કિંમત: ડાર્ક એડિશન C3-8,38,300 રૂપિયા, ડાર્ક એડિશન એરક્રોસ-13,13,300 રૂપિયા, ડાર્ક એડિશન બેસાલ્ટ-12,80,000 રૂપિયા.

આ ઉપરાંત, કસ્ટમ સીટ કવર અને અનોખા ડાર્ક ક્રોમ ટ્રીમ પીસ પણ આપવામાં આવ્યા છે. આ એક લિમિટેડ એડિશન મોડેલ છે, જે દેશભરમાં સિટ્રોએનના હાલના ડીલરશીપ નેટવર્ક દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે. સિટ્રોએન C3, એરક્રોસ અને બેસાલ્ટ ડાર્ક એડિશન વર્તમાન ટ્રેન્ડને અનુસરે છે, જ્યાં કંપનીઓએ બ્લેક થીમ સાથે સ્પેશિયલ એડિશન રજૂ કર્યા છે.

આ કારોમાં યાંત્રિક રીતે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સિટ્રોએન C3ના રેગ્યુલર મોડેલની શરૂઆતની કિંમત 6.16 લાખ રૂપિયા છે. આ કાર 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ નાની 5 સીટર કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. સામાન્ય રીતે આ કાર પ્રતિ લિટર 18 થી 19 Km માઈલેજ આપે છે. તે બજારમાં ટાટા પંચ જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

સિટ્રોએન એરક્રોસ એક શાનદાર SUV છે. આ કાર 7-સીટર વેરિઅન્ટમાં પણ આવે છે. તેની શરૂઆતની કિંમત 8.49 લાખ રૂપિયા છે. આ કાર 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે. માઇલેજની દ્રષ્ટિએ, તેનું પ્રદર્શન પણ C3 જેવું જ છે. આ કાર તેના સ્ટાઇલિશ લુક માટે પ્રખ્યાત છે.

સિટ્રોએન બેસાલ્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ કૂપ-શૈલીની SUV છે જે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેની શરૂઆતની કિંમત 8.25 લાખ રૂપિયા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આનું ડાર્ક એડિશન ખરીદ્યું છે. સામાન્ય રીતે આ SUV પ્રતિ લિટર 17થી 10 Kmનું માઇલેજ પણ આપે છે. તે બજારમાં ટાટા કર્વ સાથે સ્પર્ધા કરે છે.
Related Posts
Top News
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી
સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું
Opinion
-copy48.jpg)