ફૂડ ડિલિવરી એપ્સ બેરોજગાર યુવાઓને અમીરો માટે ડિલિવરી એજન્ટ બનાવી રહી છે, પિયુષ ગોયલે ઉઠાવ્યા આ સવાલ

દેશની રાજધાની નવી દિલ્હીમાં 3 દિવસીય 'સ્ટાર્ટઅપ મહાકુંભ 2025'નું બીજું એડિશન શરૂ થઈ ગયું છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતીયોએ વૈશ્વિક સ્તર પર જઈને મોટું વિચારવાની જરૂરિયાત છે. સાથે જ તેમણે અન્ય કંપનીઓ માટે કામ કરનારાઓને કહ્યું કે, તેઓ દુનિયામાં પોતાની ઓળખ બનાવે. સ્ટાર્ટઅપ મહાકુંભ 3-5 એપ્રિલ સુધી નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કરવામાં આવશે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા પીયૂષ ગોયલે કહ્યું કે, જ્યારે આપણે ડીપ ટેકને જોઇએ છીએ તો ઇકોસિસ્ટમમાં માત્ર 1000 સ્ટાર્ટઅપ્સ છે. આ એક પરેશાન કરનારા સંકેત છે. સ્ટાર્ટઅપ પર એ નિર્ભર કરે છે કે, તેઓ ટૂંકા ગાળાની સંપત્તિ સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે અથવા આંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ વધે. તેમણે કહ્યું કે, ભારતીય સ્ટાર્ટઅપ્સ ફૂડ ડિલિવરી એપ્સ અને હાઇપર-ફાસ્ટ લોજિસ્ટિક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

Piyush-Goyal2
theprint.in

 

કેન્દ્રીય મંત્રીએ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ફૂડ ડિલિવરી એપ્સમાં કામ કરતા એજન્ટો બાબતે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ફૂડ ડિલિવરી એપ્સ બેરોજગાર યુવાનોને અમીરો માટે ડિલિવરી એજન્ટ બનાવી રહી છે. આ એપ્સ બેરોજગાર યુવાનોને સસ્તા શ્રમમાં બદલી રહી છે, જેથી અમીર લોકો પોતાના ઘરથી બહાર નીકળ્યા વિના ભોજન મેળવી શકે. તેમણે સવાલ કર્યો કે, દુકાનદારીનું જ કામ કરવું છે કે દુનિયામાં પોતાની ઓળખ બનાવવાની છે?' તેમણે ઉદ્યમીઓને શૉર્ટ ટર્મ બિઝનેસ મોડલથી આગળ વિચારવા અને ગ્લોબલ ટેક્નોલોજિકલ લિડરશીપની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ઘરેલુ રોકાણકારોનું યોગદાન વધવું જોઈએ જેથી કરીને તેઓ તેમાં વધુ હિસ્સો લઈ શકે. વિદેશી રોકાણકારોની તુલનમાં વધુ ભારતીય રોકાણકારોએ ઘરેલુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવું જોઈએ. સરકારે 20 કરોડ રૂપિયાના કુલ ફંડિંગ પૂલ સાથે સ્ટાર્ટઅપ AI ચેલેન્જ પણ લોન્ચ કર્યું છે.

કેટલા સ્ટાર્ટઅપ્સ છે ભારતમાં?

16 જાન્યુઆરી, 2025ના રોજ, ભારતે સ્ટાર્ટઅપ ઈન્ડિયાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સફર વર્ષ 2016માં શરૂ થઈ હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) તરફથી માન્યતા ભારતમાં લગભગ 1.6 લાખ સ્ટાર્ટઅપ્સ છે. DPIITના જોઈન્ટ સેક્રેટરી સંજીવ સિંહના જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ મહાકુંભ 2025માં લગભગ 3,000 સ્ટાર્ટઅપ્સ હિસ્સો લઈ રહ્યા છે. ગયા વર્ષે તેમની સંખ્યા 1500 હતી. તેમણે કહ્યું કે, આ વર્ષનો સ્ટાર્ટઅપ મહાકુંભ ગત વર્ષ કરતા મોટો અને સારો છે. મંડપ ગત વર્ષ કરતા બમણા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. તેમાં ભાગ લેવા માટે 64 દેશોના પ્રતિનિધિ આવ્યા છે.

Piyush-Goyal1
inc42.com

 

સંજીવ સિંહે જણાવ્યું કે, ઘણી મોટી કંપનીઓએ એક ગ્રાન્ટ ચેલેન્જ શરૂ કર્યું છે. આ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને 50 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. તેમને માર્ગદર્શન પણ આપવામાં આવશે. તેનાથી સ્ટાર્ટઅપ્સને આગળ વધવામાં મદદ મળશે. સ્ટાર્ટઅપ મહાકુંભ ભારતને ઇનોવેશન અને ઉદ્યમીતાના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે મદદ કરશે. આ ઇવેન્ટ દેશના યુવાનોને નવા વિચારો સાથે આગળ આવવા માટે પ્રેરિત કરશે. તેનાથી ભારતમાં રોજગારીના અવસરો પણ વધશે.

Related Posts

Top News

પાટીલ-ભૂપેન્દ્ર યાદવની દિલ્હીમાં મુલાકાત,શું હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ મળી જશે?

છેલ્લાં 11 મહિનાથી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ કે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી શક્યું નથી. હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને...
Gujarat 
પાટીલ-ભૂપેન્દ્ર યાદવની દિલ્હીમાં મુલાકાત,શું હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ મળી જશે?

ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે...
Sports 
ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો

કશ્મીરમાં જે ઘટના બની છે તેને કારણે આખો દેશ હચમચી ગયો છે. પહેલગામમાં બનેલી ઘટનાએ કશ્મીરની સાંસ્કૃતિક વિરાસત અને લાખો...
National 
કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના પ્રવાસન સ્થળની જાહેર ખબર કરતા ત્યારે એક વાત બોલતા હતા કે, કચ્છ નહીં...
Gujarat 
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.