- Central Gujarat
- ગુજરાત સરકાર આ 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કેમ કરી?
ગુજરાત સરકાર આ 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કેમ કરી?

અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલીટિ હોસ્પિટલના કૌભાંડ પછી ગુજરાત સરકાર એકશનમાં આવી છે અને 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે અને 4 સ્પેશિયાલીટી ડોકટર્સના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમા અમદાવાદની 3 હોસ્પિટલ છે અને સુરત, રાજકોટ, વડોદારાસ ગીર સોમનાથમાં એક-એક હોસ્પિટલ છે.
બ્લેક લિસ્ટ કરવામાં આવેલી હોસ્પિટલોમાં ગીર સોમનાથની જીવન જ્યોત આરોગ્ય સેવા, અમદાવાદની નારીત્વ ટર્નિંગ પોઇન્ટ હેલ્થકેર, અમદાવાદની શિવ હોસ્પિટલ, રાજકોટની નિહીત બેબી કેર, અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સુરત અને વડોદરામાં આવેલી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
ડો. હિરેન મશરૂ, ડો. કેતન કલારિયા, ડો, મિહિર શાહ અને ડો. પ્રશાંત વઝીરાણીના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.રાજકોટની નિહીત બેબી કેર હોસ્પિટલે ખોટા 116 કેસો બનાવીને આયુષ્યમાન યોજનામાં 2.35 કરોડ રૂપિયા ગજવે ઘાલી દીધા હતા.
Related Posts
Top News
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે
Opinion
