દેશમાં સૌથી વધારે ચા પીવામાં ગુજરાત કેટલા નંબર પર છે?
દેશમાં સૌથી વધારે ચા પીવામાં ગુજરાત કેટલા નંબર પર છે?
On
એક RTI પરથી એ માહિતી સામે આવી છે કે દેશમાં છેલ્લાં 5 વર્ષમાં ચાનો વપરાશ કેટલો થયો અને કયા રાજ્યમાં સૌથી વધારે વપરાશ થઇ રહ્યો છે.
2019થી 2023 સુધીમાં ભારતમાં 579 કરોડ કિલો ચાનો વપરાશ થયો છે એટલે કે 5 વર્ષમાં કુલ 28,000 કરોડ રૂપિયાની ચા પીવાઇ ગઇ છે. વર્ષની ગણતરી કરીએ તો લગભગ 5.50 હજાર કરોડની ચા દેશમાં પીવાઇ રહી છે.
ચાનો સૌથી વધારે વપરાશ મહારાષ્ટ્રમાં થાય છે. એક વર્ષમાં 13.9 કરોડ કિલો, બીજા નંબરે ઉત્તર પ્રદેશ જયાં વર્ષમાં 12.5 કરોડ કિલો અને ગુજરાત ત્રીજા નંબર પર છે જયાં 10.1 કરોડ કિલો ચાનો વપરાશ થાય છે. ચોથા નંબરે મધ્ય પ્રદેશ છે જયા 8.9 કરોડ કિલો અને પશ્ચિમ બંગાળ 5મા નંબરે જયા 8.7 કરોડ કિલો ચાની ખપત થાય છે.