લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો

અમદાવાદમા આરોગ્ય અધિક સચિવ અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીનની 15 લાખ રૂપિયાની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદી ભાવનગરમાં આરોગ્ય અને તબીબ સેવાના નાયબ નિયામક હતા ત્યારે તેમણે કેટલાંક સ્ટાફની સામે એક્શન લીધા હતા. તો સ્ટાફે ફરિયાદી અને તેમના એક સહયોગી ડોકટર પર ખંડણીની ફરિયાદ આરોગ્ય કમિશ્નરને કરી હતી. જેમાં ફરિયાદી અને તેમના સહયોગી ડોકટર સસ્પેન્ડ થયા હતા. આ કેસની તપાસ આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી. ફરિયાદીની ફેવરમાં ચુકાદો લાવવા માટે 30 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગિરીશ પરમારે આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર સાથે બેઠક કરાવી હતી. ફરિયાદીએ ACBને જાણ કરી દીધી હતી. ગિરિશ પરમારના ઘરે જ્યારે ફરિયાદી 15 લાખ આપવા ગયા ત્યારે ગિરીશ પરમાર અને દિનેસ પરમારની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Related Posts

Top News

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

માતા-પિતા, વડીલોની સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા અને વડીલોની સેવાને સર્વોચ્ચ ધર્મ અને ઈશ્વરની સેવા સમાન ગણવામાં આવે છે. ‘માતૃદેવો ભવ, ...
Opinion 
માતા-પિતા, વડીલોની સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે

તૂટેલો ફૂટેલો ઘડો નીકળ્યો 56 લાખનો, કેમ છે ખાસ જાણી લો

એક તૂટેલી જૂની ફૂલદાની અચાનક લાઇમલાઇટમાં ત્યારે આવી ગઇ, જ્યારે હરાજીમાં તે 56 લાખ રૂપિયા (લગભગ 66,000 ડૉલર)માં વેંચાઈ. હકીકતમાં...
World 
તૂટેલો ફૂટેલો ઘડો નીકળ્યો 56 લાખનો, કેમ છે ખાસ જાણી લો

PSLમાં હોબાળો, બાબર આઝમની કરતૂત આવી સામે, માલિકે જણાવ્યું કેમ ટીમમાંથી બહાર કાઢી મૂકેલો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમનો સમય સારો ચાલી રહ્યો નથી. બેટથી રન આવી રહ્યા નથી અને પાકિસ્તાન સુપર...
Sports 
PSLમાં હોબાળો, બાબર આઝમની કરતૂત આવી સામે, માલિકે જણાવ્યું કેમ ટીમમાંથી બહાર કાઢી મૂકેલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.