વિધાનસભામાંથી ભાજપના 18 ધારાસભ્યોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા

કર્ણાટક વિધાનસભામાંથી ભાજપના 18 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ યુટી ખાદેરે શુક્રવારે 'હની ટ્રેપ' કેસના મુદ્દા પર હોબાળો મચાવવા અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ 18 ભાજપના ધારાસભ્યોને વિધાનસભામાંથી છ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.

વિપક્ષી નેતાઓએ કર્ણાટક સરકારના એક મંત્રી અને અન્ય રાજકારણીઓ સાથે સંકળાયેલા કથિત 'હની-ટ્રેપ' કેસમાં ન્યાયિક તપાસની હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા કરાવવાની માંગ કરી હતી. શુક્રવારે ભાજપના ધારાસભ્યોએ ગૃહના વેલ સામે આવીને કાગળો ફાડીને હંગામો મચાવ્યો હતો.

karnataka-assembly
indiatv.in

મંત્રી એચ.કે. પાટીલે રજૂ કર્યું બિલ
 
તો વિધાનસભાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ભાજપના 18 ધારાસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરવા માટે  બિલ પસાર કરવામાં આવ્યું. આ બિલ કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચકે પાટીલે રજૂ કર્યું હતું.

શું છે કર્ણાટકનો 'હની ટ્રેપ' કેસશું છે?

કર્ણાટકમાં તાજેતરમાં એક હાઇ-પ્રોફાઇલ હની ટ્રેપ કેસ ચર્ચામાં આવ્યો છે, જેણે રાજ્યના રાજકારણને હચમચાવી નાખ્યું છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ વિધાનસભામાં ખુલાસો કર્યો કે તેઓ માત્ર હનીટ્રેપમાંથી બચી ગયા નથી, પરંતુ 48 અન્ય નેતાઓ, ધારાસભ્યો અને કેન્દ્રીય નેતાઓ પણ આ પ્રકારની જાળમાં ફસાઈ ગયા છે. આ દાવાએ શાસક કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ બંનેને મોટા વિવાદમાં ફસાવી દીધા છે.

karnataka-assembly2
indiatv.in

ગૃહમાં ભાજપના ધારાસભ્યએ ઉઠાવ્યો હતો આ મુદ્દો 

20 માર્ચ, 2025 ના રોજ કર્ણાટક વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં હની ટ્રેપની ઘટનાઓ વધી રહી છે. સહકાર મંત્રી રાજન્ના પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. આના જવાબમાં, રાજન્નાએ સ્વીકાર્યું કે તેમની સામે હની ટ્રેપનો પ્રયાસ થયો હતો અને આ સમસ્યા ફક્ત તેમના સુધી મર્યાદિત નથી. તેમણે કહ્યું, 'કર્ણાટક પેન ડ્રાઇવ અને સીડીની ફેક્ટરી બની ગયું છે. મારી પાસે માહિતી છે કે ધારાસભ્યો, કેન્દ્રીય નેતાઓ અને ન્યાયાધીશો સહિત 48 લોકો આ જાળમાં ફસાઈ ગયા છે.

હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ થયો - મંત્રી જારકીહોલી

આ પછી, રાજ્યના લોક નિર્માણ વિભાગના મંત્રી સતીશ જારકીહોલીએ પણ આ બાબતની ગંભીરતા સ્વીકારી. તેમણે કહ્યું, 'એ સાચું છે કે એક મંત્રીને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.' આ બે વાર બન્યું. જોકે, બંને વખત પ્રયાસ નિષ્ફળ ગયો. કર્ણાટકમાં હની ટ્રેપ કોઈ નવી વાત નથી, તે છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે. કેટલાક લોકો તેનો ઉપયોગ રાજકારણમાં રોકાણ તરીકે કરી રહ્યા છે. જારકીહોલીએ એવું પણ સૂચન કર્યું કે સંબંધિત મંત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી તેની પાછળના લોકોને શોધી શકાય.

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.