સલામ સુરતની આગના હીરોનેઃ કેતન જીવના જોખમે ઉપર ચઢી ગયોને બાળકોના જીવ બચાવ્યા

On

સુરતના એક બિલ્ડિંગમાં ચોથા માળે લાગેલી આગમાં એક યુવાને ખરેખર હીરો જેવું કામ કર્યું છે. કેતન જોરવાડિયા નામના યુવાને પોતાના જીવની પરવા કર્યા વગર સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા હતા. 
 
તક્ષશિલા  આર્કેડમાં આગની ઘટનાને નજરે જોનાર કેતન જોરવાડીયા નામનો યુવાન બીજો લોકોની જેમ ભીડનો હિસ્સો બનીને રહી શક્યો ન હતો. તેને ઉપર ફંસાયેલા વિદ્યાર્થીઓની ચિંતા હતી. તે પળનો પણ વિલંબ કર્યા વગર પાળીના સહારે ચોથા માળે ચઢી ગયો હતો અને ગભરાયેલા બાળકોને પોતાના જીવના જોખમે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. કેતને કરેલી કામગીરીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ ભાજપના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટના વખતે ત્યાંથી પસાર થતા હતા તેમણે લોકોને ભેગા કરીને ઉપરથી કુદી રહેલા બાળકોને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતા કેટલાંક બાળકો ઇજા પામ્યા હતા.એક જ એમ્બ્યુલન્સ હોવાને કારણે પાનસેરિયાએ પોતાની ઇનોવાને એમ્બ્યુલન્સમાં ફેરવીને બાળકોને હોસ્પિટલ પહોંચાડયા હતા. 
 

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati