- Gujarat
- દ્વારકાધીશ પર ટિપ્પણીને લઇને સ્વામીનારાયણ મંદિરના કોઠારીએ માગી માફી, બોલ્યા- કડક પગલા લઈશું
દ્વારકાધીશ પર ટિપ્પણીને લઇને સ્વામીનારાયણ મંદિરના કોઠારીએ માગી માફી, બોલ્યા- કડક પગલા લઈશું

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ હિન્દુ દેવી-દેવતાઓ પર બેફામ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જેના કારણે વિવાદ ઊભો થઇ રહ્યો છે, ત્યારે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ગૂગળી બ્રાહ્મણો અને ભગવાન દ્વારકાધીશને લઇને કરેલી અભદ્ર ટિપ્પણીઓ પર ખેદ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક પુસ્તકમાં 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,' જેવું વિવાદાસ્પદ લખાણ લખાયું છે, તો હોલમાં જ સુરતના એક સ્વામીએ પણ દ્વારકાધીશને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને કારણે સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
દ્વારકાના સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગતા કોઠારી સ્વામીએ કહ્યું કે, અમારા સંપ્રદાયમાં વડીલો અને મોટેરાઓ ભેગા થઇ એક મીટિંગનું આયોજન કર્યું છે અને એવો નિર્ણય લીધો છે કે, અગાઉ જે કોઇ પણ આ પ્રકારના વિવાદો થયા છે, તેના પર કોઇ કાર્યવાહી કરવી અને ભવિષ્યમાં કોઇ આવી ભૂલ કરે તો તેના પર સખત પગલાં લેવા. બીજું એ કે આ અગાઉ આમારા સાધુ દ્વારા ભગવાન દ્વારકાધીશને લઇને જે કંઇ પણ કહેવામાં આવ્યું છે, તે સ્વામીનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કંઇ પણ દ્રોહ થયો છે.
તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામીનારાયણ સંતો તરફથી કરબદ્ધ પ્રાર્થના કરું છું. સાથે-સાથે ગુગળી બ્રાહ્મણને લઇને પણ જે કંઇ કહેવામાં આવ્યું છે, તેના માટે પણ હું દિલગીર છું. સાથે અન્ય જે કોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી રહ્યો છું
મૂળ સંપ્રદાયના સ્વામીઓ સ્વામીનારાયણને માનતાં હોય તે તે, સ્વામીનારાયણ ધર્મની શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, સ્વામીનારાયણ મહાપ્રભુએ કહ્યું છે 5 દેવને પૂજવા. બીજી વાત એ કે, સ્વામીનારાયણ ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે તમામ સતસંગીઓને કે, તેમણે શિવરાત્રિનું પૂજન કરવું, નવરાત્રિનો ઉત્સવ કરવો, રામનવમીનો ઉત્સવ કરવો, હનુમાન જયંતિનો ઉત્સવ કરવો. આપણા સનાતની ઉત્સવ કરવા સાથે જ તે દિવસે ઉપવાસ પણ કરવો. આવી આજ્ઞા ભગવાન સ્વામીનારાયણ પ્રભુએ કરી છે. ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીમાં ખાસ કહ્યું છે કે, દ્વારકાની યાત્રા મુખ્યપણે કરવી. જીવનમાં એક વખત તો દ્વારકા જવું, જવું ને જવું જ. અમારા સંતસંગીઓએ દ્વારકાની યાત્રા જરૂર કરવી.

પાછળથી લોકોએ આ પુસ્તક સાથે ચેડા કર્યા હોય' 'ગોપાળાનંદજી સ્વામીની વાતો' નામના પુસ્તકથી વિવાદ થયો છે. પરંતુ સ્વામી, સ્વામી ધામમાં ગયા તે વાતને વર્ષો થઇ ગયા. આ પુસ્તકને લખાયે લગભગ 150 વર્ષ જેવા થયા. આપણે બધા જાણીએ છીએ કે, પુસ્તક લખાયા બાદ તેમાં સુધારા-વધારાઓ થતા હોય છે, ઉમેરો કરવામાં આવતો હોય છે લોકો. આ પુસ્તક લખાયું તેના પણ ઘણા વર્ષો થઇ ગયા છે. ગોપાળાનંદ સ્વામી તો એવા સ્વામી છે, જેમણે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. એટલે ગોપાળા મહારાજજી તો ક્યારેય દ્વારાકાધીશજીને લઇને એવું ન કહે. મારું માનવું છે કે, કદાચ પાછળથી લોકોએ આ પુસ્તક સાથે ચેડા કર્યા હોય.
કોઠારી સ્વામીએ ગૂગળી બ્રાહ્મણોની સેવાઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગૂગળી બ્રાહ્મણો યાત્રાળુઓની સેવામાં હંમેશાં અગ્રેસર રહ્યા છે. તેઓ યાત્રાળુઓને દર્શન કરાવવાથી માંડીને ભોજન કરાવવા સુધીની સેવા કરે છે. જો કોઈ યાત્રાળું પાસે દક્ષિણા ન હોય તો તેમને પરત જવા માટે ટિકિટ ભાડું પણ આપે છે.
ભવિષ્યમાં માનવાચક શબ્દોનો જ ઉપયોગ કરવાની ખાતરી આપી સ્વામી માધવ સ્વરૂપદાસે સ્પષ્ટતા કરી હતી કે, સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશાં સનાતન ધર્મનું સન્માન કરે છે.
About The Author
Related Posts
Top News
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
ફવાદ ખાનનો વાણી કપૂર સાથે કારમાં રોમાંસ, 'અબીર ગુલાલ'નું ટીઝર જોઈ ચાહકો થયા ઉત્સાહિત
CNGની કિંમત ટૂંક સમયમાં જ વધશે, સરકારે બે વર્ષે APM દરમાં વધારો કર્યો; જાણો ભાવ કેટલો થશે?
Opinion
