- Lifestyle
- તમારા બાળકને મોબાઇલની આદત છોડાવવી છે? તો ડોકટરની આ 6 ટીપ્સ તમારા કામની છે
તમારા બાળકને મોબાઇલની આદત છોડાવવી છે? તો ડોકટરની આ 6 ટીપ્સ તમારા કામની છે
.jpg)
આજે દરેક ઘરોમાં એ વાતની ચિંતા છે કે તેમના બાળકો આખો દિવસ મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહે છે. બાળકોને મોબાઇલની લત લાગી ગઇ છે. મોબાઇલ પર વધારે સમય રહેવાને કારણે આંખ ત્રાંસી થઇ જાય છે અને તેનું ઓપરેશન 18 વર્ષની વય પછી જ કરી શકાય છે. બાળકોમાં મોબાઇલની આદત કેવી રીતે છુટી શકે તેના માટે ઇન્સ્ટીટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ, દિલ્હીના સાઇકીયાટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ઓમ પ્રકાશે સારી ટીપ્સ આપી છે, જે તમારે જાણવા જેવી છે. બાળકોમાં મોબાઇલની આદત છોડવવા માટે પહેલા તમારે તમારી આદત બદલવી પડશે.
- જમતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરો, બાળકો ને પણ ન આપો.
- ઉંઘતી વખતે મોબાઇલને દુર રાખો, તમે મોબાઇલ જોતા હશો તો બાળકને પણ મન થશે
- ઓનલાઇન ગેમ્સના નુકશાન વિશે બાળકોને સમજાવો
- બાળકોને બીજી પ્રવૃતિમાં ઇન્વોલ્વ કરો
- નિયમિત રીતે સાહિત્યના પુસ્તકો વાંચવા આપો
- મેગેઝીન અને ન્યૂઝ પેપર વાંચવાની આદત પાડો
Related Posts
Top News
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Opinion
31.jpg)