- National
- UK પોલીસ કાફલો લઈને UPમાં પહોંચી જતા ગુસ્સામાં SSP, મારા જિલ્લામાં પ્રવેશ્યા કેમ?
UK પોલીસ કાફલો લઈને UPમાં પહોંચી જતા ગુસ્સામાં SSP, મારા જિલ્લામાં પ્રવેશ્યા કેમ?

ઉત્તર પ્રદેશના બરેલીમાં 9 માર્ચે ઉત્તરાખંડ પોલીસે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો હવે ખુબ જ ગરમ થઇ રહ્યો છે. ઉધમ સિંહ નગરના SSP 300 પોલીસકર્મીઓ સાથે બરેલીમાં પ્રવેશ્યા હતા અને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, જેના પર બરેલીના SSPએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે જે ગામના ગ્રામજનો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, ત્યાંના લોકોએ ઉત્તરાખંડ પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે. નિર્દોષ જાહેર કર્યા પછી તેમની કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા 15 ગ્રામજનોમાંથી 14ના સંબંધીઓ મંગળવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આઠ લેખિત ફરિયાદો નોંધાવી. ઉત્તરાખંડ પોલીસ વિરુદ્ધ ફરિયાદો મળ્યા પછી બરેલીના SSPએ પણ તપાસ સમિતિ બનાવીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ સમગ્ર મામલો ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશનના અગરાસપુર ગામનો છે. 9 માર્ચે, એક મળેલી બાતમીના આધારે, ઉત્તરાખંડ પોલીસે ભારે પોલીસ દળ સાથે સર્જિકલ સ્ટ્રાઈક કરી. આમાં ઉધમ સિંહ નગરના SSP સહિત ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલનો સમાવેશ થતો હતો. આ અચાનક સર્જિકલ સ્ટ્રાઈક પછી બરેલીના SSP ગુસ્સે ભરાયા. તેમણે કહ્યું કે જો બરેલીમાં ડ્રગ્સ તસ્કરો સામે કોઈ કાર્યવાહી કરવી હોય તો અગાઉથી જાણ કરવી જરૂરી છે. તેમના જિલ્લામાં ઘૂસીને તેમને જાણ કર્યા વિના સર્જિકલ સ્ટ્રાઈક કરવી ખોટું હતું.

બીજી તરફ, બરેલીના SSPએ પ્રશ્ન ઉઠાવતા ઉધમ સિંહ નગરના SSP મણિકાંત મિશ્રા ગુસ્સે થઈ ગયા. આ પછી બંને SSP વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા. હવે અગરાસપુર ગામના કેટલાક ગ્રામજનોએ ઉત્તરાખંડ પોલીસ વિરુદ્ધ બરેલી પોલીસમાં ફરિયાદ કરી છે, જેના કારણે બરેલીના SSPને ઉત્તરાખંડ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તક મળી ગઈ છે. તેમણે SP દક્ષિણ મુકેશ મિશ્રાના નેતૃત્વમાં ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ બનાવીને તપાસનો આદેશ આપ્યો છે.

ગ્રામ્યજનોએ કહ્યું કે, ઉત્તરાખંડના પોલીસકર્મીઓએ કોઈ કારણ વગર દરવાજા તોડી નાખ્યા અને મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું, તેથી કાર્યવાહી થવી જોઈએ. આ ફરિયાદોની તપાસનું વચન આપનાર બરેલી પોલીસે પણ ઉત્તરાખંડ ટીમ પર વળતો પ્રહાર કર્યો.
હાલમાં, ઉત્તરાખંડ અને બરેલી પોલીસ વચ્ચેની આ લડાઈ વધુ ઉગ્ર થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કોણ કોના પર જીત મેળવે છે. પરંતુ આટલા હંગામા છતાં, બરેલી રેન્જના IG અને ઝોનના ADG આ બાબતે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે અને તમાશો જોઈ રહ્યા છે.
Related Posts
Top News
ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી
Opinion
