કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

On

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા નૌટિયાલે આ અંગે માહિતી આપી છે.

ધારાસભ્ય આશા નૌટિયાલે કહ્યું કે, કેટલાક બિન-હિંદુ તત્વો ધાર્મિક સ્થળ કેદારનાથ ધામની પવિત્રતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ લોકો ત્યાં માંસ, માછલી અને દારૂ પીરસવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેના કારણે ધામની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે કહ્યું કે, આવા તત્વોને ઓળખવા અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવવામાં આવી રહી છે.

06

BJPના ધારાસભ્ય આશા નૌટિયાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાએ વહીવટીતંત્ર, સ્થાનિક લોકો, વેપારીઓ, હોટલ માલિકો અને ટેન્ટ અને દુકાન માલિકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, બિન-હિન્દુ તત્વો દ્વારા કેદારનાથ ધામને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી, આવા વ્યક્તિઓની ઓળખ કરવી જોઈએ અને તેમના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ CM હરીશ રાવતે કહ્યું કે, આ શિવભૂમિ છે, ફક્ત ઉત્તરાખંડમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભગવાન વિષ્ણુ દ્વારકા અને પુરીમાં હાજર છે. એક બાજુ રામેશ્વરમ છે, તો બીજી બાજુ ઉત્તરાખંડમાં કેદારનાથ-બદ્રીનાથ છે. જ્યાં દરેક નદીના કિનારે એક મંદિર હોય અને દરેક નદીના પટમાં એક શિવ મંદિર હોય, ત્યાં તમે કોને પ્રતિબંધિત કરશો? અને આ સંકુચિત માનસિકતા શા માટે? હરીશ રાવતે કહ્યું કે, BJPના નેતાઓ સનસનાટીભર્યા નિવેદનો આપવા ટેવાયેલા છે, જે લોકોને કોઈ જાણતું પણ નહોતું તેઓ પણ મીડિયાના કારણે રાતોરાત પ્રખ્યાત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આશાજીને લાગ્યું કે હું કેમ પાછળ રહી જાઉં, તેથી તેમણે પણ નિવેદન આપ્યું. હરીશ રાવતે કહ્યું કે, હવે દારૂ અને માંસ કેમ આવી રહ્યું છે, જો તમે સરકાર છો તો તમારે તેને બંધ કરવું જોઈએ. હું બીજા ધર્મોના લોકોને પણ જાણું છું જેઓ મંદિરો અને પૂજા સ્થળોએ પ્રવેશ કરતી વખતે હંમેશા પહેલા પોતાના જૂતા ઉતારે છે; ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ.

07

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં કેદારનાથ વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં BJPના ઉમેદવાર આશા નૌટિયાલે જીત મેળવી હતી. કેદારનાથ વિધાનસભા બેઠક પર BJPના ઉમેદવાર આશા નૌટિયાલને કુલ 23,814 મત મળ્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનોજ રાવતને 18,192 મત મળ્યા. આશા નૌટિયાલ 5,622 મતોથી જીત્યા હતા.

Related Posts

Top News

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.