1 વર્ષમાં ભાજપને 2243 કરોડ દાન મળ્યું, જ્યારે કોંગ્રેસને ફક્ત આટલા રૂપિયા મળ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP)ને નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ 2243 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું છે. આ દેશની રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓમાં સૌથી વધુ છે. ચૂંટણી સંબંધિત એક સંગઠન 'એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR)એ પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે. આ રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવામાં આવેલા આંકડા પર આધારિત છે. આ આંકડાઓમાં 20 હજાર રૂપિયાથી વધુના રાજકીય ફંડની માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય પાર્ટીઓને મળેલા કુલ ઘોષિત ફંડની કુલ રકમ 2,544.28 કરોડ રૂપિયા છે, જે 12,547 દાતાઓ પાસેથી પ્રાપ્ત થઇ છે. આ આંકડો ગત વર્ષની તુલનમાં 199 ટકા વધુ છે.

Rahul-Gandhi2
indiatoday.in

જાહેર કરાયેલા ફંડમાં માત્ર ભાજપ જ હિસ્સો 88 ટકા છે. કોંગ્રેસ 1994 દાન સાથે 281.48 કરોડ રૂપિયાના ફંડ સાથે બીજા નંબર પર રહી, જે ભાજપ કરતા ખૂબ નીચે છે. આમ આદમી પાર્ટી (AAP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP)એ ઓછી રકમની જાણકારી આપી છે, જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ ફરી એક વખત 20,000 રૂપિયાની મર્યાદાથી વધુના શૂન્ય દાનની જાહેરાત કરી છે, જે છેલ્લા 18 વર્ષથી દાખલ કરવામાં આવેલા આંકડાઓને અનુરૂપ છે.

ભાજપને મળનારું ફંડ નાણાકીય વર્ષ 2022-23માં 719.858 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 2243 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે 211.72 ટકાનો વધારો દર્શાવે છે. ADRના રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, એ જ રીતે, કોંગ્રેસને મળતું ફંડ નાણાકીય વર્ષ 2022-23માં 79.924 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 281.48 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે 251.18 ટકાનો વધારો દર્શાવે છે.

congress
theprint.in

ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર, 2024ની સમયમર્યાદા આપી હોવા છતા, માત્ર  BSP અને આમ આદમી પાર્ટીએ જ સમય પર ફંડ અંગેના અહેવાલો રજૂ કર્યા હતા. ભાજપે પોતાનો રિપોર્ટને રજૂ કરવામાં 42 દિવસનો વિલંબ કર્યો, જ્યારે CPI (M), કોંગ્રેસ અને NPPએ ક્રમશઃ 43, 27 અને 23 દિવસનો વિલંબ કર્યો.

Related Posts

Top News

રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

IPL હંમેશાં યુવાનો માટે એક મોટું મંચ રહ્યું છે. આ લીગમાં રમીને, ઘણા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યા...
Sports 
રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી

પહેલગામની ઘટનાથી આખો દેશ દુખી છે અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ રાજકોટમાં ભાજપ મહિલા મોર્ચાએ જે કર્યુ તેને...
Gujarat 
પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી

'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતનો જવાબ કેટલો મજબૂત હોવો જોઈએ તે અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા, કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ...
National 
'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં...
National 
કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.