રાહુલ ગાંધીએ કમ્પાઉન્ડરને ઓર્થોપેડિક સર્જન કહી દીધા, ભાજપ બોલી- ‘PM બનવા..'

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં, બધી પાર્ટીઓના નેતાઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે પટના પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ એકમના પદાધિકારીઓ સાથે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલન કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહેવા પર વિવાદ ઉભો થયો છે. આ વ્યક્તિ રાહુલ ગાંધીની સભામાં પહોંચ્યો હતો, જેને રાહુલ ગાંધીએ ઓર્થોપેડિક સર્જન ગણાવી દીધો હતો અને તેમણે પોતાને પણ ઓર્થોપેડિક સર્જન જ બતાવ્યા હતા. જોકે, ભાજપનું કહેવું છે કે આ વ્યક્તિ એક કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi2
indiatoday.in

 

હકીકતમાં, પટનામાં આયોજિત સંવિધાન સુરક્ષા સંમેલનનો આખો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કર્યો છે. વીડિયોના 25:40 મિનિટ પર, કાર્યક્રમના ઉદ્ઘોષક કે.પી. સિંહ નામના વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન બતાવતા કાર્યક્રમને સંબોધિત કરવા બોલાવ્યા હતા. અત્યારબાદ આજ વીડિયોમાં 50:14 મિનિટ પર રાહુલ ગાંધીએ કે.પી. સિંહ નામના વ્યક્તિને પણ બોલાવ્યો અને વારંવાર તેમને ઓર્થોપેડિક સર્જન તરીકે ઓળખાવ્યો. જોકે, ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા છે, તે બેગૂસરાયમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર હતો.

Rahul-Gandhi3
hindustantimes.com

 

તેને લઈને ભાજપના નેતા નીરજ કુમારે કહ્યું કે, 'રાહુલ ગાંધીને આપણે પપ્પુ કેમ કહીએ છીએ?' આજના ભાષણથી આ સ્પષ્ટ થઈ જશે. હકીકતમાં, રાહુલ ગાંધી સ્ટેજ પર જે વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન કહી રહ્યા હતા, તે વ્યક્તિ ઓર્થોપેડિક સર્જન કે ડૉક્ટર નથી, પરંતુ કોંગ્રેસની નેતાગીરીમાં છે. તે બેગૂસરાયમાં એક ઓર્થોપેડિક ડૉક્ટરના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. રાહુલ ગાંધીને ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેનો તફાવત ખબર નથી અને તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે. તમે આ નાટક બંધ કરો. અથવા જો તમારે ભાજપના સ્ટાર પ્રચારક બનીને રહેવું હોય તો બન્યા રહો. હું આ તમારા ભલા માટે કહી રહ્યો છું, કારણ કે તમે વિપક્ષના નેતા છો, તો દેશ તમારી પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખે છે.

Related Posts

Top News

કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની...
Politics 
કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

NASA ઈન્સ્પાર્ડ સીટ, 1 ચાર્જમાં 1200 km રેન્જ, GAC Hyptec HL લોન્ચ, કિંમત જાણી લો

ચીની કાર કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે. ચીની કાર ઉત્પાદક કંપની GACએ તેની નવી SUV...
Tech & Auto 
NASA ઈન્સ્પાર્ડ સીટ, 1 ચાર્જમાં 1200 km રેન્જ, GAC Hyptec HL લોન્ચ, કિંમત જાણી લો

અમેરિકામાં નિવાસ કરતા તૌસીફ પંચભાયા એક સફળ ઉદ્યોગપતિ

ગુજરાતના દઢાલ ગામની સાંકડી ગલીઓથી લઈને અમેરિકન ઉદ્યોગોની પહોળી સડકો સુધી, તૌસીફ પંચભાયાનું જીવન એ સાબિતી છે કે દૃઢ સંકલ્પ...
Gujarat 
અમેરિકામાં નિવાસ કરતા તૌસીફ પંચભાયા એક સફળ ઉદ્યોગપતિ

ગૌમાતાને પ્રથમ રોટલી: સનાતન સંસ્કૃતિની પવિત્ર પરંપરા

(ઉત્કર્ષ પટેલ) ‘પહેલી રોટી ગૌમાતા કે નામ, યહી હૈ સનાતન ધર્મ કા પ્રણામ...’ આ પંક્તિઓ ફક્ત શબ્દો...
Opinion 
ગૌમાતાને પ્રથમ રોટલી: સનાતન સંસ્કૃતિની પવિત્ર પરંપરા
Copyright (c) Khabarchhe All Rights Reserved.