- National
- મહારાષ્ટ્ર સરકારની ફાઈલો હવે DyCM પવાર અને DyCM શિંદે પાસે થઈને CM ફડણવીસ પાસે જશે
મહારાષ્ટ્ર સરકારની ફાઈલો હવે DyCM પવાર અને DyCM શિંદે પાસે થઈને CM ફડણવીસ પાસે જશે

મહારાષ્ટ્ર સરકારે હાલમાં એક નવો આદેશ બહાર પાડયો છે કે હવે બધી ફાઇલો CM દેવેન્દ્ર ફડણવીસ પાસે જતા પહેલા DyCM એકનાથ શિંદેને મોકલવામાં આવશે. આ અગાઉ, ફાઇલો નાણામંત્રી તરીકે DyCM અજિત પવારને અને પછી CM દેવેન્દ્ર ફડણવીસને મોકલવામાં આવી હતી. હવે બહાર પડાયેલા નવા આદેશ મુજબ, બધી ફાઇલો CM દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચતા પહેલા DyCM પવાર અને પછી DyCM શિંદે પાસે જશે.
રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા બહાર પડાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, '26.07.2023ના રોજના નિયમો અનુસાર, પ્રક્રિયા અંગે અને CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર, DyCM અને મંત્રી (નાણા) અને પછી DyCM અને મંત્રી (ગૃહ, કાયદો અને ન્યાય) દ્વારા CM દેવેન્દ્ર ફડણવીસને વિષયો મોકલવામાં આવ્યા હતા. આ આદેશમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, હવે મહારાષ્ટ્ર સરકારના નિયમોના બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ વિષયો DyCM (નાણા)ને જશે, DyCM (શહેરી વિકાસ, ગૃહ)ને જશે અને પછી CM દેવેન્દ્ર ફડણવીસને તેમની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.'

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, આ DyCM શિંદે અને DyCM અજિત પવાર વચ્ચે સમાનતા લાવવાનો પ્રયાસ છે. અગાઉની મહાયુતિ સરકારમાં, ફાઇલો DyCM તરીકે અજિત પવાર અને DyCM દેવેન્દ્ર ફડણવીસ પાસે જતી હતી અને પછી CM શિંદે પાસે જતી હતી. રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, નવા આદેશો સાથે, DyCM શિંદેને સરકારમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે અને તેમને સરકારમાં યોગ્ય દરજ્જો અને મહત્વ આપવામાં આવી રહ્યો છે.
ડિસેમ્બરમાં મહાયુતિ સત્તામાં આવી ત્યારથી DyCM શિંદે અને CM દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે તણાવના અહેવાલો આવી રહ્યા છે. મહાયુતિ સરકારે તમામ 36 જિલ્લાઓ માટે વાલી મંત્રીઓની નિમણૂક કર્યાના એક દિવસ પછી, શિવસેના સાથે મહાયુતિમાં આંતરિક વિવાદને કારણે નાશિક અને રાયગઢની નિમણૂકો સ્થગિત કરવામાં આવી હતી.

ત્યાર પછી, સરકારે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના અધ્યક્ષ તરીકે અધિક મુખ્ય સચિવ (પરિવહન) સંજય સેઠીની નિમણૂક કરી, જ્યારે શિવસેનાના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક આ પદ મેળવવા માટે ઉત્સુક હતા. ઉપરાંત, DyCM શિંદેને નવી-પુનર્ગઠિત મહારાષ્ટ્ર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA)માંથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછીથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Related Posts
Top News
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા
વક્ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ
સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી, 100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં
Opinion
