પરવાનગી મળે કે ન મળે, 10 માર્ચે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હોળી રમાશે: કરણી સેના

હોળીને લઈને હંગામો મચી ગયો છે. 9 માર્ચે ખાસ હોળી કાર્યક્રમ માટે પરવાનગી ન મળવા બદલ અખિલ ભારતીય કરણી સેનાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. કરણી સેનાનો આરોપ છે કે, AMU પ્રશાસન હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ 'હોળી મિલન' કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. કરણી સેનાએ ચેતવણી આપી છે કે, જો પરવાનગી નહીં મળે તો તેઓ 10 માર્ચે AMUમાં પ્રવેશ કરશે અને હોળી ઉજવશે.

Karni Sena
palpalindia.com

અખિલ ભારતીય કરણી સેનાના પ્રમુખ જ્ઞાનેન્દ્ર સિંહ ચૌહાણે AMU પ્રશાસન પર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, AMUના કેટલાક વિદ્યાર્થીઓએ 'હોળી મિલન' કાર્યક્રમ ઉજવવા માટે AMU વહીવટીતંત્ર પાસેથી પરવાનગી માંગી હતી, પરંતુ યુનિવર્સિટીએ તેને નકારી કાઢી છે. આજે અમે PMને સંબોધિત DMને એક મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, AMUમાં હિન્દુ વિદ્યાર્થીઓ સાથે અલગ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જો 'ખાસ' હોળી કાર્યક્રમને મંજૂરી નહીં મળે, તો 10 માર્ચે અમે AMUમાં પ્રવેશ કરીશું અને વિદ્યાર્થીઓ સાથે હોળી ઉજવીશું.

Karni Sena
hindi.moneycontrol.com

AMUના વિદ્યાર્થી અખિલ કૌશલે પુષ્ટિ આપી કે, આ કાર્યક્રમનું આયોજન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓએ AMUના કુલપતિને પત્ર લખીને 9 માર્ચે 'હોળી મિલન' કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી. અમને હજુ સુધી આ માટે પરવાનગી મળી નથી.

Karni Sena
amarujala.com

આ દરમિયાન, AMUના પ્રોક્ટર પ્રોફેસર વસીમ અલી ખાને યુનિવર્સિટીના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે, વિનંતી પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ યુનિવર્સિટીની નીતિઓમાં સુસંગતતા જાળવવા માટે આખરે તેને નકારી કાઢવામાં આવી હતી. પ્રોક્ટર ખાને જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીના રોજ, પાંચ વિદ્યાર્થીઓએ કુલપતિને સંબોધિત એક સહી કરેલો પત્ર સુપરત કર્યો હતો, જેમાં 9 માર્ચે હોળીની ઉજવણી માટે ખાસ કાર્યક્રમ યોજવા માટે નિયુક્ત સ્થળની વિનંતી કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ નિર્ણય લીધો કે. આવી કોઈ ખાસ પરવાનગી પહેલાં ક્યારેય આપવામાં આવી ન હોવાથી, હવે પણ તેનું જ પાલન કરવામાં આવશે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પોતપોતાના વિભાગો અને છાત્રાલયોમાં હોળી ઉજવે છે. યુનિવર્સિટી કોઈ ખાસ કાર્યક્રમ માટે પરવાનગી આપવાના પક્ષમાં નથી.

Related Posts

Top News

8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

સુરત પોલીસે એક સરાહનીય કામ કર્યું છે.10 કલાકથી ગુમ 8 વર્ષની બાળકીને ડ્રોન ટેક્નોલોજીની મદદથી 45 મિનિટમાં જ શોધી...
Gujarat 
8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા

પંજાબના ભટિંડામાં વરિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌરને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવામાં આવી છે. કારમાંથી ડ્રગ્સ મળી આવ્યા પછી પોલીસે...
National 
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા

'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ

સોની T.V.ની લોકપ્રિય સીરિયલ 'CID' દરેકને પસંદ આવે છે. તેમાં બતાવવામાં આવેલી કહાની અને તેના પાત્રો દરેક...
Entertainment 
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ

વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?

વકફ સુધારા બિલનો કાયદો બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. લોકસભા અને પછી રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા પછી, આ...
National 
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.