કોંગ્રેસના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળમાં ભાજપને મજા પડી જવાની, દીદી ટેન્શનમાં

કોંગ્રેસનો નિર્ણય દિલ્હીની જેમ પશ્ચિમ બંગાળમાં પણ BJP માટે વરદાન સાબિત થઈ શકે છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ પશ્ચિમ બંગાળ કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે TMC સાથે કોઈ ગઠબંધન નહીં થાય. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના નેતાઓને પશ્ચિમ બંગાળમાં સમર્થન આધાર અને સંગઠનને મજબૂત બનાવવાની સલાહ આપી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા પાર્ટી શરણાગતિના મોડમાં જશે નહીં પરંતુ TMC અને BJP સામે મજબૂત લડત આપશે. જો કોંગ્રેસ 2026 સુધી પોતાના નિર્ણય પર અડગ રહે તો બંગાળમાં પણ BJPને મોટો ફાયદો થઇ શકે તેમ છે.

Rahul Gandhi
jansatta.com

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સ્થિતિ દિલ્હી જેવી જ છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં, ડાબેરી પક્ષો સાથે જોડાણ હોવા છતાં, કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું ન હતું. 2016ની બંગાળ ચૂંટણીમાં 44 બેઠકો જીતનાર કોંગ્રેસ છેલ્લી ચૂંટણીમાં TMC અને BJP વચ્ચે સીધી લડાઈમાં શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. 12.2 ટકા મત પણ ઘટીને 2.93 ટકા થઇ ગયા હતા. આ હારની અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી અને કોંગ્રેસ ફક્ત એક જ બેઠક જીતી શકી.

એવું માનવામાં આવે છે કે, બંને ચૂંટણીઓમાં કોંગ્રેસે CM મમતા બેનર્જી પર હુમલો કરવા કરતાં BJPને સત્તામાં આવતા અટકાવવા માટે વધુ મહેનત કરી. પરિણામ એ આવ્યું કે, TMC અને BJP વચ્ચેની સ્પર્ધામાં કોંગ્રેસના કાર્યકરો પણ વિભાજીત થઈ ગયા. મતદારોએ પણ આ બંને પક્ષોને જીતવા કે હારવા માટે મતદાન કર્યું. 294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભાના અંતિમ પરિણામમાં, TMC215 બેઠકો જીતીને હેટ્રિક બનાવી અને BJP 77 બેઠકો સાથે મુખ્ય વિરોધી પક્ષ બન્યો.

Rahul Gandhi
news18.com

દિલ્હીમાં પણ, 2014થી, કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને બદલે BJPને હરાવવા માટે ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણી રણનીતિને કારણે, કોંગ્રેસ 2015થી દિલ્હીમાં વિધાનસભા અને લોકસભામાં પોતાનું ખાતું ખોલી શકી નથી. જનતા AAP કે BJPને મત આપતી રહી અને કોંગ્રેસના કાર્યકરો આ બે પક્ષોમાં પોતાનું ભવિષ્ય શોધતા રહ્યા.

2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી અને BJPને હરાવવાને બદલે પોતાની જમીની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીઓમાં અરવિંદ કેજરીવાલ અને AAP પર સીધા પ્રહારો કર્યા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના આ પ્રયાસનો ફાયદો BJPને થયો. આમ આદમી પાર્ટી સત્તાની બહાર થઇ ગઈ. કોંગ્રેસનો મત ટકાવારી પણ 2.08 ટકાથી વધીને 6.34 થયો.

CM Mamata Banerji
navbharatlive.com

કોંગ્રેસના પોતાની તાકાત પર ચૂંટણી લડીને BJPને કેટલો ફાયદો થઈ શકે છે તે આંકડા પરથી સમજી શકાય છે. 2020ની દિલ્હી ચૂંટણીમાં, BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે મતોનો તફાવત લગભગ 15 ટકા હતો. 2025માં, કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પાર્ટીએ 18 વિધાનસભા બેઠકો પર સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડી હતી.

ત્રિકોણીય લડાઈમાં BJP એ આ 18 બેઠકો જીતી. દિલ્હી સદરથી અરવિંદ કેજરીવાલની હારમાં કોંગ્રેસના સંદીપ દીક્ષિતને મળેલા મતોએ મોટી ભૂમિકા ભજવી હતી. હવે બંગાળ તરફ નજર કરીએ. 2021ની બંગાળ ચૂંટણીમાં, TMC અને BJP વચ્ચે મતોનો તફાવત ફક્ત 10 ટકા જેટલો હતો. આવી સ્થિતિમાં, જો કોંગ્રેસ સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડે છે તો TMCને ઝટકો લાગી શકે છે.

Congress, TMC, BJP
indiatoday.in

નિષ્ણાતો માને છે કે, લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસે પોતાની ચૂંટણી રણનીતિ બદલી નાખી છે. ઘણા રાજ્યોમાં પોતાને નબળો માનીને, કોંગ્રેસ BJPને હરાવવા માટે પ્રાદેશિક પક્ષો પર નિર્ભર બની ગઈ. આ અભિગમથી પ્રાદેશિક પક્ષોને BJP સામે ઊભા રહેવાની તક મળી. આના કારણે બંગાળ, દિલ્હી, UP, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પક્ષના કાર્યકરો અને મતદારો કોંગ્રેસથી દૂર જવા લાગ્યા. INDIA ગઠબંધનના પ્રયોગ છતાં, કોંગ્રેસને ફક્ત UOમાં જ ફાયદો થયો. જો 2029ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બધા રાજ્યોમાં મજબૂત નહીં બને, તો તેને ફરીથી કેન્દ્રમાં સત્તાથી દૂર રહેવું પડશે. આ કારણોસર પાર્ટીએ એક જન આધાર બનાવવાનો નિર્ણય લીધો છે.

જ્યારે પશ્ચિમ બંગાળમાં અધીર રંજન ચૌધરીને પ્રદેશ પ્રમુખ પદ પરથી દૂર કરવામાં આવ્યા, ત્યારે એવી અટકળો લગાવવામાં આવી હતી કે, કોંગ્રેસ રાજ્યમાં CM મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવાના રસ્તાઓ શોધી રહી છે. પરંતુ દિલ્હીની બેઠકમાં રાહુલ ગાંધીએ ભાર મૂક્યો કે, કોંગ્રેસે BJP સાથે મળીને તે પક્ષો સામે લડવું પડશે, જેમણે રાજ્યોમાં પાર્ટીને નબળી બનાવી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રભારી ગુલામ મીરે કહ્યું કે, રાજ્યના લોકો રાજ્ય અને કેન્દ્ર સરકારની ખામીઓથી ગુસ્સે છે. કોંગ્રેસ પાર્ટીની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને તે શેરીઓમાં લોકોનો અવાજ ઉઠાવશે. બંગાળના લોકો ઈચ્છે છે કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં મજબૂત ભૂમિકા ભજવે. કોંગ્રેસ હવે બંગાળમાં પોતાના દમ પર મજબૂત બનવાનો પ્રયાસ કરશે.

Related Posts

Top News

ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો

ઝારખંડના દાહુ ગામની સીમા કુમારીની વાર્તા દરેકને પ્રેરણા આપે છે. આ નાના ગામમાં લોકો ખેતી પર નિર્ભર છે અને છોકરીઓ...
Education 
ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો

ધોની આવી ટીમ પસંદ જ ન કરી શકે...' રૈના થયો CSK પર ગુસ્સે, લાઈવ શોમાં ઠપકો આપ્યો

શુક્રવારે (25 એપ્રિલ) IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ...
Sports 
ધોની આવી ટીમ પસંદ જ ન કરી શકે...' રૈના થયો CSK પર ગુસ્સે, લાઈવ શોમાં ઠપકો આપ્યો

અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી

ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ ગંડોલે અલ્પેશ કથિરિયા, એડવોકેટ મેહુલ બોઘરા અને જીગીષા પટેલ સામે નિશાન સાધ્યું...
Politics 
અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.