- National
- આ વખતે સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ; IMDએ અંદાજ લગાવ્યો કે દેશમાં ભારે વરસાદ પડશે!
આ વખતે સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ; IMDએ અંદાજ લગાવ્યો કે દેશમાં ભારે વરસાદ પડશે!

આ વર્ષે ચોમાસાને લઈને લોકો માટે સારા સમાચાર છે. કારણ કે વાદળો મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગે (IMD) અંદાજ લગાવ્યો છે કે, 2025માં દેશભરમાં સરેરાશ કરતા 105 ટકા વધુ વરસાદ પડશે. આ સમાચાર કૃષિ અને અર્થતંત્ર માટે સારા છે. ફક્ત લદ્દાખ, ઉત્તરપૂર્વ અને તમિલનાડુમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે અલ નીનો અને હિંદ મહાસાગર ડાયપોલ સામાન્ય રહેવાના છે, જે સારા ચોમાસાનો સંકેત છે. આ બંનેની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થતો હોય છે.
ખાસ વાત એ છે કે, યુરેશિયા અને હિમાલય ક્ષેત્રમાં બરફનું પ્રમાણ ઘટશે. નિષ્ણાતોના મતે, જ્યારે હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછો બરફ પડે છે, ત્યારે ભારતમાં ચોમાસાનો વરસાદ સરેરાશ કરતા વધુ હોય છે.

હવામાન વિભાગ (IMD)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2025માં ચોમાસાની ઋતુ (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદ 87 cmના લાંબા ગાળાના સરેરાશના 105 ટકા હોવાનો અંદાજ છે. સારા વરસાદને કારણે, ખેડૂતો અને પાણીની કટોકટીનો સામનો કરી રહેલા વિસ્તારોને મોટી રાહત મળશે.
મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, એપ્રિલથી જૂન સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. અતિશય ગરમીને કારણે, પાવર ગ્રીડ પર વધુ ભાર પડશે, જેના કારણે પાણીની કટોકટી સર્જાઈ શકે છે.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીં 42.3 ટકા વસ્તીની આજીવિકા ખેતી પર આધારિત છે, જે દેશના GDPમાં 18.2 ટકા ફાળો આપે છે. 52 ટકા ખેતી સીધા વરસાદ પર આધાર રાખે છે. જળાશયોના રિચાર્જિંગ માટે સારું ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જોકે, આબોહવા વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે, દેશભરમાં વરસાદનું વાતાવરણ એક સરખું નહીં હોય. આવું હવામાન પરિવર્તનને કારણે થઈ રહ્યું છે.
સામાન્ય રીતે ચોમાસુ 1 જુલાઈના રોજ કેરળથી ભારતમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ આગળ વધે છે. જુલાઈના મધ્ય સુધીમાં ચોમાસુ સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરના મધ્ય સુધી ચોમાસુ વિદાય લે છે.
Related Posts
Top News
CSKના ઓલરાઉન્ડરનો હૃદયસ્પર્શી નિર્ણય, 10 ખેલાડીઓને 70-70 હજાર રૂપિયાની મદદ આપવાની કરી જાહેરાત
હિન્દીને લઈને બે રાજ્યોના CM સામસામે, CM ફડણવીસની CM સ્ટાલિનને શિખામણ!
'શસ્ત્ર' ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – 1 મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!
Opinion
-copy48.jpg)