- National
- વિવાદિત નિવેદન બાદ ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, થયા ભાવુક
વિવાદિત નિવેદન બાદ ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, થયા ભાવુક

વિધાનસભા સત્ર દરમિયાન ઉત્તરાખંડ સરકારના મંત્રી પ્રેમચંદ અગ્રવાલે વિવાદિત નિવેદન આપ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું પદ છોડવા અગાઉ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. ફેબ્રુઆરી મહિનામાં, વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષી ધારાસભ્યો સાથેની દલિલ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'શું આ રાજ્ય પહાડીઓ માટે બનાવવામાં આવ્યું છે?' આ નિવેદનથી રાજ્યમાં આક્રોશ ફેલાઈ ગયો અને અલગ અલગ સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ રાજીનામાની માગ કરી હતી.

પ્રેમચંદ અગ્રવાલ રાજ્ય સરકારમાં નાણા અને સંસદીય બાબતોના મંત્રી હતા. તેમણે આ વિવાદ બાદ ભાવુક થઈને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ માહોલ બનાવવામાં આવ્યો છે. તેમણે પોતાને રાજ્યના આંદોલનકારી બતાવતા રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. રવિવારે પોતાના આવાસ પર પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી પ્રેમચંદ અગ્રવાલે કહ્યું કે, ઉત્તરાખંડના અલગ રાજ્ય માટે આંદોલન માટે 1994 થી સતત આંદોલન કર્યું હતું. રાષ્ટ્રીય વોલિબોલના ખેલાડી હતા. તત્કાલીન સરકારે તેમના પર NSA લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હંમેશાં રાજ્ય માટે લડ્યા. ત્યારબાદ મારી વિરુદ્ધ આવો માહોલ બનાવવામાં આવ્યો કે આજે મારે રાજીનામું આપવું પડી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, અગ્રવાલના નિવેદનને લઈને પ્રસિદ્ધ લોક ગાયક નરેન્દ્ર સિંહ નેગીનું એક ગીત પણ હોળી પર વાયરલ થયું હતું જેમાં તેમના બોલ હતા 'મત મારો પ્રેમ લાલ પિચકારી' નરેન્દ્ર સિંહ નેગી જ એ વ્યક્તિ છે જેમના ગીતથી 2010ના દાયકામાં તત્કાલિન મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીની સરકાર હાલી ગઈ હતી. ભાજપના રાજ્ય નેતૃત્વએ પણ તેમને બોલાવીને નિવેદનો પર સંયમ રાખવા અને યોગ્ય શબ્દાવલીનો ઉપયોગ કરવા કડક સૂચના આપી છે.
Related Posts
Top News
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Opinion
31.jpg)