- Central Gujarat
- સ્માર્ટફોનમાં આવતું અને હવામાન ખાતાનું ટેમ્પ્રેચર કેમ અલગ-અલગ હોય છે?
સ્માર્ટફોનમાં આવતું અને હવામાન ખાતાનું ટેમ્પ્રેચર કેમ અલગ-અલગ હોય છે?

સ્માર્ટફોન આજે દરેકના જીવનનો એકભાગ બની ગયો છે. દરેક વ્યક્તિના મોબાઈલમાં એક વેધર એપ્લિકેશન હોય છે. પ્રકૃતિપ્રેમી તો હવમાનની જાણકારી માટે ચોક્કસ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી રાખે છે. પણ પ્રશ્ન ત્યાં છે કે, તાપમાન અંગે જુદી જુદી એપ્લિકેશન તરફથી જાહેર કરાતા ડેટા અને હવામાન ખાતાના તાપમાનમાં તફાવત શા માટે હોય છે? ગુજરાત રાજ્યમાં પરસેવા છોડાવી દેતી ગરમી પડી રહી છે. દરેકના મોબાઈલમાં તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે બતાવે છે. જ્યારે હવામાન ખાતાના રીપોર્ટમાં એ જ તાપમાન 41થી 42 જેટલું હોય છે.
લોકો પાસે જે જુદી જુદી એપ્લિકેશન હોય છે એમાં અલગ રીતે ફોરકાસ્ટ કરવામાં આવે છે. હવામાન શાસ્ત્રીઓ પૃથ્વીને 3ડી ગ્રીડમાં વર્ગીકૃત કરીને નાંખે છે. એ દરેક ગ્રીડના બોક્સમાં હવમાનનાા પવન, ગરમી, સૂર્યકિરણ, વિકિરણ, ભેજ, સપાટી પરના ભેજના પાણીની ગતિ વગેરે પરથી એક તાગ મેળવવામાં આવે છે. પછી એના આધારે હવામાનમાં કેવા પરિવર્તન થશે એનો ક્યાસ કાઢવામાં આવે છે. જ્યારે અલગ અલગ વેધર સ્ટેશન, સેટેલાઈટ, રડાર પરથી તાપમાન નોંધવામાં આવે છે. જ્યારે એપ્લિકેશનને પોતાના સૉર્સ હોય છે. જુદી જુદી એપ્લિકેશન પાસે જુદા જુદા સૉર્સ હોય છે. એના પરથી તે ડેટા ભેગો કરે છે અને એપ્લિકેશનમાં અપડેટ કરે છે. દેશમાં કોઈ સેન્ટ્રલાઈઝ સૉર્સ હોય એવું નથી. જેના કારણે બંનેના તાપમાનમાં તફાવત જોવા મળે છે.
સ્માર્ટફોનમાં જોવા મળતું તાપમાન જે 43 44 ડિગ્રી હોય છે એ તમારી આસપાસનું નથી હોતું. પણ જે તે સિટીમાં જે જગ્યાએ તાપમાન નોંધાયું હોય એના આધારે મેળવેલો ડેટા હોય છે. હવામાન ખાતા અને એપ્લિકેશન બંનેના સૉર્સ અલગ અલગ હોય છે. જેથી તાપમાન જુદુ જુદુ આવે છે. આ ઉપરાંત વેધર સ્ટેશન ક્યા વિસ્તારમાં છે એ પણ ધ્યાને લેવાય છે. જો પ્રદુષિત વિસ્તારમાં હોય તો ગરમીનું પ્રમાણ વધારે આવે છે.
જોકે, અમદાવાદમાં શહેરના મહત્ત્વના વિસ્તાર-સ્થળ પર વેધર સ્ટેશન મૂકવામાં આવ્યા છે. જેના પરથી તાપમાન એકઠું કરીને ડેટા તૈયાર કરવામાં આવે છે. આ પરથી સમગ્ર શહેરનું તાપમાન નક્કી થાય છે. એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે, વિદેશના વેધર અને ભારતના વેધરમાં ઘણો ફેર છે. વિદેશમાં વેધરની એક્યુરેટ અને સચોટ માહિતી મળે છે. ભારત દેશ વિષૃવૃતની નીજીક છે. જેથી વેધર અંગે 100 ટકા અનુમાન મુશ્કેલ છે. પવનની દિશા પર ઋતુ આધારિત હોય છે. જેના કારણે આગાહી કરવી મુશ્કેલ હોય છે. પહેલા મુશ્કેલી એવી હતી કે, પૃથ્વીના તમામ ખૂણેથી હવામાન સંબંધીત ડેટા ભેગો કરવો પડતો.
બીજી મુશ્કેલી એ પડતી કે, મોટા પ્રમાણમાં ડેટાને વર્ગીકૃત કરવો પડતો. પણ જુદા જુદા મોડલ્સ અને કોમ્પ્યુટર અલ્ગોરિધમથી આ ડેટાની તુલના કરી મોટી મથામણ બની રહેતી.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
