લોકોની સેવા ફળીઃ સોનૂ સૂદ બચ્ચન કે પ્રિયંકા કરતા પણ મોટો ગ્લોબલ સ્ટાર બની ગયો

ફિલ્મ અભિનેતા સોનૂ સૂદને આ વર્ષના ગ્લોબલ એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.કોરોના મહામારીના સમયગાળામાં જયારે લોકો લોકડાઉનમાં શ્રમિક પરિવારો વતન જવા માટે લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે સોનૂએ તેમને વતન પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી હતી. હજારો લોકો માટે સોનૂ મસિહા બની ગયા હતા. તેમની આ પ્રસંશનીય કામગીરીને કારણે તેમને આ બહુમાન મળ્યું છે. તાજેતરમાં આંધ્રપ્રદેશની એક કોલેજના ડિપાર્ટમેન્ટનું નામ સોનું સૂદ રાખવામાં આવ્યું છે. ગ્લોબલ એશિયન સેલિબ્રિટીની સૂચીમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા અને અરમાન મલિક જેવા મહાનુભાવો રેસમાં હતા, પણ સોનૂ તેમને પછાડીને પહેલી પસંદ બન્યા છે.

કોરોના વાયરસ મહામારીમાં જયા દરેક જણ પોતાની સાવધાની રાખતા હતા અને ઘરે જ રહેવાનું પસંદ કરતા હતા તેવા સમયે સોનૂ સૂદ લોકડાઉનથી પીડિત પ્રવાસી મજૂરોની સહાયતા કરતા નજરે પડયા હતા. શ્રમિકોના આવવા જવાની વ્યવસ્થા તો સોનૂએ કરી ઉપરાંત વિદેશમાં ફસાયેલો લોકોની પણ સોનૂએ મદદ કરી હતી.દરેક વ્યકિત સોનુ પર મદદની આશા રાખીને બેઠા હતા. સોનૂએ શ્રમિકોને વતનમાં પહોંચાડવાની સહાયતા તો કરી જ, પરંતું તેમના બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું. આ બધી બાબતો તેમના પક્ષમાં ગઇ છે અને આખરે તેમને ગ્લોબલ એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સોનૂ સૂદનો 50 એશિયન સેલિબ્રિટીઝમાં પહેલો નંબર આવ્યો છે. યુ.કે.ની ઇસ્ટર્ન આઇ નામની વેબસાઇટે આ સૂચી જાહેર કરી છે. સોનૂ સૂદને જયારે આ જાણકારી મળી ત્યારે તેમણે વેબસાઇટનો આભાર વ્યકત કરતા કહ્યું કે, જયારે દેશમાં કોરોના વાયરસ ફેલાયો હતો ત્યારે મને મારી જવાબદારીનો ખ્યાલ આવ્યો કે દેશવાસીઓની સેવા કરવી મારો ધર્મ છે. મને આંતર સ્ફુરણા થઇ કે મારે મદદ કરવી જોઇએ એટલે મુંબઇ આવ્યો હતો. એ એક ભારતીય તરીકે મારું કતર્વ્ય હતું. પરંતું આ કામ છેલ્લાં શ્વાસ સુધી ચાલું રાખીશ.

ગ્લોબલ એશિયન સેલિબ્રિટીઝે જે યાદી જાહેર કરી છે તેમાં સોનૂ સૂદ પહેલા નંબરે તે પછી લિલ્લી સિંહ,ચાર્લી, દેવ પટેલ, અરમાન મલિક, પ્રિયંકા ચોપડા,પ્રભાસ, મિંડી કાલિંગ, સુરભિ ચંદના અને કુમારી નાનજિયાની. ઉપરાંત ટોપ 50માં આયુષ્માન ખુરાના, દિલજીત દોસાંજ, શહનાઝ ગિલ, અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી, મસાબા ગુપ્તા,ધ્વનિ ભાનુશાળી, હેલી શાહ અને  અનુષ્કા શર્મા જેવા નામ સામેલ છે.

 

 

 

Related Posts

Top News

ઓલિમ્પિકમાં 128 વર્ષ પછી ક્રિકેટનું પુનરાગમન..., 6 ટીમો રમશે, કુલ 90 ખેલાડીઓ ભાગ લઇ શકશે

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનું ઐતિહાસિક પુનરાગમન થવા જઈ રહ્યું છે. ક્રિકેટની રમતને લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં સમાવવામાં આવશે. ...
Sports 
ઓલિમ્પિકમાં 128 વર્ષ પછી ક્રિકેટનું પુનરાગમન..., 6 ટીમો રમશે, કુલ 90 ખેલાડીઓ ભાગ લઇ શકશે

ટ્રમ્પની પલટીને કારણે દુનિયાભરના શેરબજારોમાં તેજી, BSE- NSEમાં શું થશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિર્ણયથી પલટી મારી તેને કારણે દુનિયાભરના શેરબજારો તેજીથી ઝુમી ઉઠ્યા છે. 3 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે...
Business 
ટ્રમ્પની પલટીને કારણે દુનિયાભરના શેરબજારોમાં તેજી, BSE- NSEમાં શું થશે?

સુરતની ડાયમંડ કંપનીમાં પાણીમાં દવા કોણે નાંખેલી, શોધવું કેમ છે મુશ્કેલ?

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ ડાયમંડ કંપનીના પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઇ સામુહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં...
Gujarat 
સુરતની ડાયમંડ કંપનીમાં પાણીમાં દવા કોણે નાંખેલી, શોધવું કેમ છે મુશ્કેલ?

106મો બંધારણીય સુધારો અને મહિલાઓ માટે તેનો અર્થ

શું તમે ક્યારેક ભારતની સંસદને જોયા પછી વિચાર્યું છે કે અહીં મહિલાઓ ક્યાં છે? વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાંથી...
Opinion 
106મો બંધારણીય સુધારો અને મહિલાઓ માટે તેનો અર્થ
Copyright (c) Khabarchhe All Rights Reserved.