કૈલાસનાથનની નિવૃતિ પછી હવે ગુજરાતમાં અમલદાર શાહીમાં મોટા ફેરફારો આવશે

PC: indianexpress.com

11 વખત એક્સ્ટેન્શન મેળવ્યા પછી ગુજરાતની ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે. કૈલાસનાથન શનિવારે નિવૃત થયા, તેમને ભાજપ સરકાર રાજ્યપાલ બનાવી શકે છે. તેમની નિવૃતિ પછી હવે ગુજરાતમાં સરકારી અધિકારીઓમાં મોટા પાયે ફેરફારો થવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

આગામી મહિનામાં હાલના ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી રાજ કુમારને કેન્દ્રમાં કેબિનેટ સેક્રેટરી બનાવવામાં આવશે. કેન્દ્રમાં વર્તમાન રાજીવ ગૌબા ઓગસ્ટ મહિનામાં નિવૃત થઇ રહ્યા છે. રાજ કુમારના સ્થાન પર IAS પંકજ જોશી આવી શકે છે. જોશી અત્યારે અધિક મુખ્ય સચિવ છે. સિનિયોરીટીની દ્રષ્ટિએ તેમનો નંબર છે.

IAS રાજીવ ટોપનો પંકજ જોશીની જગ્યાએ આવી શકે છે. આ ઉપરાંત ઉર્જા વિભાગના મમતા વર્મા અને ગુજરાત ઉર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરે પણ કેન્દ્ર સરકારમાં જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp