ભાજપની પહેલી યાદીમાં ગુજરાતના 5 સાંસદોની ટિકીટ કેમ કપાઇ?

ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામ પહેલી યાદીમાં જાહેર કર્યા છે. જેમાં 10 સાંસદોની રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકીટ કાપીને નવા ચહેરાંને સ્થાન આપવામાં આવ્યું છે.

જે 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે તેમાં કચ્છના વિનોદ ચાવડા, પાટણથી ભરતસિંહ ડાભી, ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ, આણંદથી મિતેશ પટેલ,ખેડાથી દેવું સિંહ ચૌહાણ, દાહોદથી જશવંત સિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પભુ વસાવા અને નવસારી બેઠક પરથી સી આર પાટીલનો સમાવેશ થાય છે.

જ્યારે જે 5 નામો કાપી નાંખવામાં આવ્યા તેમાં અમદાવાદ વેસ્ટ પરથી ડો. કિરિટ સોલંકીની ટિકીટ કાપીને દિનેશ મકવાણાને આપવામાં આવી છે. ડો. કિરિટ સોલંકીની ઉંમર વધારે હોવાને કારણે ટિકીટ કપાઇ છે. પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડની ટિકીટ કાપીને રાજપાલ સિંહ જાધવને ટિકીટ આપવામાં આવી છે. પોરબંદર બેઠક પરથી રમેશ ધડૂકની ટિકીટ કાપીને મનસુખ માંડવિયાને ટિકીટ આપવામાં આવી છે. બનાસકાંઠામાં પરબત પટેલની ટિકીટ કાપીને ડો. રેખા ચૌધરીને ટિકીટ મળી અને રાજકોટમાં મોહન કુંડારિયાની ટિકીટ કાપીને પુરષોત્તમ રૂપાલાને આપવામાં આવી. પોરબંદર, રાજકોટ અને બનાસકાંઠાના સાંસદોની ટિકીટ એટલા માટે કાપવમાં આવી કે તેમની કામગીરીથી હાઇકમાન્ડ નારાજ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp