સુરતમાં 10 લાખની લાંચ માંગનાર AAPનો કોર્પોરેટર પકડાયો, બીજો ફરાર
એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સોમવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે.સુહાગીયા સામે 10 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં પુરતા પુરાવા મળતા એસીબીએ વિપુલની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના અન્ય કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા સામે પણ ફરિયાદ થયેલી, પરંતુ કાછડીયા ફરાર થઇ ગયો છે.
પુણા વિસ્તારના વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સુરત મહાનગર પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. જો કોન્ટ્રાક્ટ ચાલું રાખવો હોય તો 11 લાખ આપવા પડશે. એવી ચીમકી આપી હતી. જો કે, આખરે 10 લાખ આપવાનું નક્કી થયું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી. જે તપાસમાં પુરતા પુરાવા મળતા વિપુલ સુહાગીયાની ધરપકડ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp