સુરતમાં ખ્યાતનામ ડૉકટરો ભેગા થશે, જાણો કેમ

On

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચના ઉપક્રમે કૉન્ફરન્સ IMACON SURAT 2024 રવિવાર, તા. 22 સપ્ટેમ્બર 2024ના રોજ લે મેરીડીયન, ડુમસ રોડ, સુરત ખાતે રાખવામાં આવી છે. આ કૉન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉકટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે. જેથી તબીબોના જ્ઞાનમાં વૃધ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કૉન્ફરન્સનું આયોજન કરેલ છે. જેમાં સુરતના 500થી વધુ તબીબો ભાગ લેશે. આ કૉન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકઝમાળ વગર ફકત એકેડેમિકને મહત્ત્વ આપવામાં આવશે.

આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશ્યાલીટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉ. સુભાપ નંદવાની, ડૉ. જીગ્નેશ ઘેવરીયા, ડૉ. ચિંતન પ્રજાપતિ, ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. રીતેશ પ્રજાપતિ જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે. ડૉ. અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહીતી આપશે. આણંદના ખ્યાતનામ ડૉ. નયનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિષે માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહીતી ડૉ. નેહા પટેલ આપશે. અમદાવાદના ડૉ, ધૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહીતી આપશે. ડૉ. દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડૉ. પ્રાર્થન જોષી યુરોલોજીમાં ઈનોવેટીવ ટેકનોલોજીની જાણકારી આપશે. સુરતના જાણીતા ડૉ. સંજય વાઘાણી, કાડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે. ડૉ. અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે. ડૉ. સંદીપ પટેલ, નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડૉ. દિપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે? તેની માહિતી આપશે. ડૉ. શૈલેષ રોહિત, ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે. શ્રી હસૈન કાંચવાળા ડૉકટર માટે ફાયનાન્સીયલ પ્લાનીંગ વિશે માહિતી આપશે.

આ કૉન્ફરન્સને સફળ બનાવવા માટે ડૉ. દિગંત શાસ્ત્રી, ડૉ. વિનેશ શાહ, ડૉ. પ્રશાંત કારીયા, ડૉ. વિનોદ સી. શાહ, ડૉ. હિરલ શાહ, ડૉ. નીતીન ગર્ગ, ડૉ. દિપક તોરાવાલા, ડૉ. હેમંત પટેલ, ડૉ. હિરેન મકવાણા, ડૉ. પ્રશાંત દેસાઈ(સીનીયર), ડૉ. હેતલકુમાર ચાજ્ઞિક, ડૉ. દિપ્તી પટેલ, ડૉ. રોનક નાગોરીયા, ડૉ. પ્રફુલ છાસટીયા, ડૉ. ગીરીશ મોદી, ડૉ. પારૂલ વડગામા, ડૉ. રજનીકાંત પટેલ, ડૉ. નવીન પટેલ, ડૉ. પ્રજ્ઞેશ જોષી, ડૉ. યોગેશકુમાર દેસાઈ, ડૉ. નરેન્દ્ર શિરોયા, ડૉ. મનસુખ ગટીવાલા, ડૉ. મોના શાસ્ત્રી, ડૉ. જાગૃતિ દેસાઈ, ડૉ. રમેશ જૈન, ડૉ. ધર્મેશ ભુપતાની, ડૉ. મિતાલી ગર્ગ, ડૉ. સુરેન્દ્ર પ્રજાપતિ, ડૉ. સી.બી. પટેલ, ડૉ. યતીશ લાપસીવાલા, ડૉ. મનસુખ ગટીવાલા, ડૉ. સી. બી. પટેલ, ડૉ. ભૂપેશ ચાવડા, ડૉ. જગદીશ વઘાસીયા, ડૉ. પરેશ મુન્શી, ડૉ. કે.એન. શેલાડીયા, ડૉ. હરેશ ભાવસાર, ડૉ. રાજીવ પ્રધાન, ડૉ. તુષાર પટેલ એ ખૂબ જ જહેમત ઉઠાવી છે.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.