એક તરફ રાહુલની યાત્રા અને બીજી તરફ કોંગ્રેસમાં ગાબડાં,1500 કાર્યકરો BJPમાં ગયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસથી મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી તો બીજી તરફ કોંગ્રેસમાં મોટો મોટા ગાબડા પડી ગયા હતા વડોદરા સાવલીના કોંગ્રેસના લગભગ 1500 જેટલા કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા હતા.કોંગ્રેસના કાર્યકરોને ગાંધીનગર પહોંચાડવા માટે ખાસ વડોદરાથી ગાંધીનગરની બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.કોંગ્રેસના કાર્યકરોએ કહ્યુ કે, ભાજપના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમથી અમે પ્રભાવિત થયા છે.
બીજી તરફ મુંબઇના કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિન્દ દેવરાએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઇ ગયા હતા. મિલિન્દ દેવરાના કોંગ્રેસ છોડવાને કારણે સાઉથ મુંબઇમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. મિલિન્દ દેવરાનું સાઉથ મુંબઇમા ખાસ્સું વર્ચસ્વ છે અને કોંગ્રેસને ઉદ્યોગપતિઓ પાસેથી ફડિંગ પુરુ પાડવામાં પણ દેવરો મોટો રોલ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp