- Gujarat
- ગુજરાતના આ શ્રમિકોને રૂા.35000ની આવાસ સબસિડી મળશે
ગુજરાતના આ શ્રમિકોને રૂા.35000ની આવાસ સબસિડી મળશે

વૈશ્વિક કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ગુજરાતની આર્થિક પ્રગતિનો વેગ ધીમો ન પડે, રાજ્યના વિકાસની ગતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી ખેતમજુર અને આદિવાસી બાંધકામ શ્રમિકોને પોતાનો હયાત આવાસોનાં સમારકામ/વિસ્તાર માટે રૂા.35,000/–ની આવાસ સબસિડીનો લાભ મેળવવાની સુવર્ણ તક છે. જેમાં લાભાર્થી પાસે અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. અને પોતાના વતનમાં માલિકીનું મકાન ધરાવતા હોવા જોઈએ. આદિવાસી શ્રમિક બીજા જિલ્લામાં કામ માટે જતા હોય તેને જ આ યોજનાનો લાભ મળી શકશે. લાભાર્થી ખેતમજુર હોય તો તે અંગે તલાટી-કમ-મંત્રી અને સરપંચની સંયુકત સહીવાળો દાખલો રજુ કરવાનો રહેશે.
જો લાભાર્થી બાંધકામ શ્રમિક હોય તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ હોવા જોઈએ. આવાસ સબસિડીનો લાભ મેળવવા ઇચ્છતાં લાભાર્થીઓને સંબંધિત તાલુકા જેમાં મહુવા, માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી, કામરેજ, માંડવી, પલસાણા તાલુકાની પંચાયત કચેરીમાં ફોર્મ મળી શકશે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતના નિયામકની યાદીમાં જણાવાયું છે.
Related Posts
Top News
સેન્સેક્સ-નિફ્ટી ફેબ્રુઆરીમાં 4 ટકા ઘટ્યા, હવે શું થશે... બજાર તૂટશે કે આગળ વધશે?
RBIના ડૉલર-રૂપિયા એક્સચેન્જ હરાજીનો શું ફાયદો થશે? સમજો આખી વાત સરળ ભાષામાં
‘ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા અને મને દંડાથી માર્યો…’, ડિબેટ શોમાં આખરે IIT બાબા સાથે શું થયું?
Opinion
