હેલમેટ પહેરવાની જગ્યાએ યુવકે લટકાવેલું, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

PC: facebook.com

વાહન ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જ્યારે અકસ્માતની ઘટના બને છે ત્યારે લોકોને ગંભીર ઇજા થઇ હોવાની ઘટનાઓ અથવા તો લોકોના મોત થયા હોવાના મામલા સામે આવે છે. ત્યારે મધ્ય પ્રદેશના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત પ્રસાદ પાંડે દ્વારા એક વીડિયો તેમના ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક વાહન ચાલક નવા નકોર હેલમેટને ગાડી પર લટકાવીને લઈ જઈ રહ્યો છે અને તે હેલમેટ ન પહેરવાની બહાના આપી રહ્યો છે.

ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત પ્રસાદ પાંડે દ્વારા જે વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે તેમાં એક યુવક મોબાઇલમાં ઈયરફોન નાખીને ગીત સાંભળતા-સાંભળતા બાઈક ચલાવી રહ્યો છે. આ યુવક પાસે પલ્સર બાઈક હતી અને તેના મોઢાને ફેસ કવરની મદદથી ઢાંકી રાખ્યો હતો. યુવકની ગાડીમાં નવો નક્કોર હેલમેટ પ્લાસ્ટિકની કોથળીમાં રાખવામાં આવ્યો હતો અને તે ગાડીની સાઈડમાં લટકાવી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસકર્મીએ આ બાઈક ચાલકને કહ્યું હતું કે, હેલમેટ ખૂબ સારી જગ્યા પર લગાવવામાં આવ્યો છે. શું તમને દુકાનવાળા એવું કહ્યું છે કે, પહેલા હેલમેટની પૂજા કરજો અને પછી હેલમેટ પહેરજો. તમે દુકાનમાંથી હેલમેટ લીધો છે તો શું તમે તેની કોથળી ક્યારેય નહીં ઉતારો. પોલીસકર્મી જ્યારે આ યુવક સાથે વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે હેલમેટ પહેર્યા વગરનો અન્ય એક યુવક પલ્સર બાઈક લઈને ત્યાંથી પસાર થાય છે ત્યારે પોલીસ દ્વારા આ બીજા યુવકને પણ અટકાવવામાં આવે છે.

પોલીસકર્મી બીજા યુવકને કહે છે કે, આવો તમારું સ્વાગત છે અને તમે પણ આવી જાવ. ત્યારબાદ પહેલા યુવકને પોલીસે પકડ્યો તેને બહાનું આપ્યું હતું કે, હમણાં થોડી વારમાં જ ગાડી ઉભી રાખવાનો હતો. હમણાં થોડા આગળથી જ હું આવું છું. ત્યારબાદ પોલીસે યુવકને કહ્યું હતું કે, હેલમેટ તમે ગાડીની સાઈડ પર લટકાવ્યો છે તેની જગ્યા પર તમે હેલમેટ પહેર્યો હોત તો કેટલું સારું હતું.

ત્યારબાદ પોલીસકર્મી દ્વારા આ યુવકને હેલમેટમાંથી કોથળી કઢાવવામાં આવી હતી અને ત્યારબાદ હેલમેટ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસકર્મીએ કહ્યું હતું કે, કંપનીમાંથી ગાડી સાથે ફ્રીમાં હેલમેટ મળે છે. તો તમે હેલમેટને ઘરે લઈ જાઓ છો અને કોથળી સહિત અને ઘરમાં મૂકી દો છો. યુવકે પોલીસકર્મીને કહ્યું હતું કે, મે ફ્રીમાં હેલ્મેટ નથી લીધો..પૈસા આપીને લીધો છે. કંપનીને 600 રૂપિયા આપીને હેલમેટ લીધો છે. ત્યારબાદ પોલીસકર્મીએ આ યુવકને હેલમેટ પહેરાવીને જવા દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp