સાંસદ મનસુખ વસાવાને પણ અધિકારીઓ ગાંઠતા નથી તો સામાન્ય લોકોનું શું થાય?

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે જેને કારણે ચર્ચા શરૂ થઇ છે. સાંસદ મનસુખ વસાવાએ તેમના ફેબબુક વોલ પર લખ્યું છે કે, ડેડિયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલવાડી રસ્તાનું ધોવાણ થવાને કારણે પ્રજાને અવરજવરમાં મુશ્કલી પડી રહી છે. અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે. સાથે પાણીની પાઇપ લાઇન પણ તુટી ગઇ છે, સંબંધિત અધિકારી અને જિલ્લા પંચાયતના અધિકારી જ્લદીથી પહોંચીને સમસ્યાનું નિવારણ કરે.

સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિ ગણાતા સાંસદના એક ફોનથી કામ પતી જાય તો મનસુખ વસાવાએ પોસ્ટથી જાણકારી કેમ આપવી પડી? શું અધિકારીઓ તેમનું સાંભળતા નથી? આમ પણ વસાવા પોતાની જ સરકારના અધિકારીઓ સામે અનેક વખત નિવેદનો આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp