રાજકોટના પોલીસ ડોગ જેકસને પળવારમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો, ભત્રીજો પકડાયો

રાજકોટના જેતપુરના કણકિયા પાર્ટી પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે બહારગામ ગયા હતા અને ઘર બંધ હતુ ત્યારે ઘરમાંથી 1.20 લાખ રૂપિયાના દાગીના ચોરાઇ ગયા છે. ઘરમાં કોઇ પણ તોડફોડ કરવામાં આવી નહોતી.

પોલીસે CCTV તપાસ્યા પણ કોઇ સુરાગ ન મળ્યો ત્યારે રાજકોટ રૂરલ પોલીસના ડોગ જેકસનને બોલાવવામાં આવ્યો. જેકસન પહેલા કાંતા બેનના ઘરમાં ફર્યો અને પછી બાજુના ઘર પાસે ગોળ ગોળ ફર્યા કરતો હતો. પોલીસે એ ઘરમાં રહેતા વનરાજ સરવૈયાની પુછપરછ કરી તો તેણે કબુલી લીધું હતું કે કાંતાબેન તેના કાકી થાય છે અને કાકીના ઘરમાંથી તેણે જ ચોરી કરી હતી.

વનરાજે અડધા દાગીના તેના મિત્ર યુવરાજ મોયાને આપ્યા હતા જેણે એ દાગીના પર લોન લઇને ઓનલાઇન ગેમમાં હારી ગયો હતો જ્યારે વનરાજ દાગીના વેચીને કાર ભાડે કરી દીવ જલસાં કરવા ગયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp