શું આજે ફાઈનલમાં વિરાટ કોહલી ચાલશે?
29 જૂન, શનિવારે રાત્રે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 વર્લ્ડકપની ફાઇનલ રમાવવાની છે.જો વરસાદ પડશે તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને 30 જૂને ફરી મેચ રમાશે. ભારત સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધીમાં કુલ 26 T-20 મેચ રમ્યું છે તેમાંથી 14 ભારત જીત્યું છે,11 સાઉથ આફ્રિકા અને 1 મેચ પરિણામ વગરની રહી હતી.
વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડકપ 2011ની શ્રીલંકા સામેની ફાઇનલમાં 35 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. T-20 વર્લ્ડકપની સેમી ફાઇનલ 2014માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં કોહલીએ અણનમ રહીને 72 રન માર્યા હતા. T-20 વર્લ્ડકપ 2016માં ઓસ્ટ્રેલિયા સામે 82 અણનમ રન ફટકાર્યા હતા અને 2022માં પાકિસ્તાન સામે પણ કોહલીએ 82 રન કર્યા હતા. આ વખતે આશા છે કે ફાઇનલ મેચમાં કોહલી મોટો સ્કોર મુકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp