- Politics
- PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મોહમ્મદ યૂનુસની મુલાકાતના 5 અર્થ
PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મોહમ્મદ યૂનુસની મુલાકાતના 5 અર્થ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 4 એપ્રિલના રોજ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ સાથે મુલાકાત કરી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના તખ્તાપલટ બાદ બંને દેશોના ટોચના નેતૃત્વ વચ્ચેની આ પહેલી બેઠક હતી. બંને નેતા BIMSTEC શિખર સંમેલન માટે થાઈલેન્ડની મુલાકાતે છે અને અહીં બેંગકોકમાં દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ અગાઉ ગુરુવારની રાત્રે બંને BIMSTEC નેતાઓના ડિનર પ્રોગ્રામમાં પણ બંને એક-બીજાની બાજુમાં બેઠા હતા.
શેખ હસીનાની સરકારના પડ્યા બાદ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો બગડ્યા, મોહમ્મદ યૂનુસનું ચીન અને પાકિસ્તાનની નજીક દેખાવું, ભારતના પૂર્વોત્તર રાજ્યોને લઈને યૂનુસનું વિવાદાસ્પદ નિવેદન…. ઘણા ફેક્ટર છે જે બતાવે છે કે આ મીટિંગ શા માટે ખાસ છે.

1. વડાપ્રધાન મોદીને મળવા આતુર યૂનુસ
બાંગ્લાદેશના વચગાળાના નેતા સતત ભારત વિરોધી સ્ટેન્ડ દેખાડતા રહ્યા, પરંતુ વડાપ્રધાન મોદીને મળવા આતુર પણ દેખાયા. ત્યાંની વચગાળાની સરકાર બેંગકોકમાં BIMSTEC શિખર સંમેલન દરમિયાન પહેલી વખત બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીતનું આયોજન કરવા ઇચ્છુક હતી. બાંગ્લાદેશને આશા હતી કે ભારત તરફથી લીલી ઝંડી મળ્યા બાદ દ્વિપક્ષીય મંત્રણા થઇ જશે. અને એવું જ થયું. જો કે, જ્યારે બંને નેતાઓની મુલાકાત થઇ તો વડાપ્રધાન મોદી ગંભીર અને શાંત દેખાયા, જ્યારે યૂનુસના ચહેરા પર સ્મિત દેખાયું. પૂર્વ રાજદૂત અશોક સજ્જનહારે કહ્યું કે, બંને નેતાઓની બોડી લેંગ્વેજ જોતા બંને વચ્ચે પરસ્પર વિશ્વાસ કે સૌદાર્દ ન દેખાયો. સામાન્ય રીતે વડાપ્રધાન મોદી જ્યારે પણ કોઈ વૈશ્વિક નેતાને મળે છે ત્યારે તેમનામાં ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ મામલે એવું નહોતું. એ બતાવે છે કે બેઠકની પ્રકૃતિ ઔપચારિક હતી.
2. ચીનની નજીક દેખાયા યૂનુસ
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર શું બદલાઇ, ભારતથી દૂર હવે તે ચીનના ખોળામાં જતું દેખાઇ રહ્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા મોહમ્મદ યૂનુસે 28 માર્ચે બીજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પોતાની જાતમાં જ એક સંદેશ હતી. સંદેશ એ કે ભારત સાથે ઢાકાના સંબંધો ઠંડા પડી ચૂક્યા છે, ભારત પ્રાથમિકતમાં નીચે જતું રહ્યું છે, બાંગ્લાદેશ જૂના મિત્રના ઉપકાર ભૂલીને નવો મિત્ર બનાવવા માટે નીકળી પડ્યું છે. ખાસ વાત એ છે કે, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે યૂનુસે પોતાની પ્રથમ રાજકીય યાત્રા માટે ચીનને પસંદ કર્યું છે અને આ રીતે બાંગ્લાદેશ સંદેશ મોકલી રહ્યું છે. આ રિપોર્ટ AFPએ છાપ્યો હતો. સંકેત સ્પષ્ટ ભારત માટે હતો.

3. ચીનને ખુશ કરતા યુનુસે સીમા ઓળંગી
જ્યારે યૂનુસ ચીન પહોંચ્યા ત્યારે તેમણે શી જિનપિંગને ખુશ કરવાના ચક્કરમાં તમામ હદો વટાવી દીધી હતી. ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કંઈક એવું કહી દીધું કે ભારતે સખત વિરોધ નોંધાવવો પડ્યો. મોહમ્મદ યૂનુસે ચીનને બાંગ્લાદેશમાં પોતાનો આર્થિક પ્રભાવ વધારવા કહ્યું અને ઉલ્લેખ કર્યો કે આ સંબંધમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોની ચારેય તરફ જમીનથી ઘેરાયેલું હોવાનું એક અવસર સાબિત થઇ શકે છે. યૂનુસે કહ્યું કે,"ભારતના પૂર્વી હિસ્સામાં આવેલા 7 રાજ્યોને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે. તે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા વિસ્તારો છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. બાંગ્લાદેશને આ ક્ષેત્રમાં મહાસાગરનો એકમાત્ર સંરક્ષક બતાવતા યૂનુસે કહ્યું કે આ એક મોટો અવસર હોય શકે છે અને ચીની અર્થવ્યવસ્થાનો વિસ્તાર થઈ શકે છે.
4. જે પાકિસ્તાન પાસેથી આઝાદી લીધી, તેની સાથે દોસ્તી?
પાકિસ્તાન એક સમયે બાંગ્લાદેશ સાથે વણસેલા સંબંધોથી ઝઝૂમી રહ્યું હતું, પરંતુ હવે સંબંધો બદલાઈ રહ્યા છે. તેમાં તખ્તાપલટ બાદ આ એક અલગ ગતિએ તેજી આવી છે. બાંગ્લાદેશે વિઝા નિયંત્રણો હળવા કર્યા છે, વેપાર વધી ગયો છે, સીધી ફ્લાઇટ્સ ફરીથી શરૂ થઈ છે અને બંને વચ્ચે સૈન્ય સહયોગની વાત પણ થઈ રહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી 22 એપ્રિલે બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે. ભારતનો મિત્ર ગણાતો દેશ હવે તેના સૌથી મોટા વિરોધી સાથે હાથ મળાવી રહ્યો છે.

5. ભારતની સુરક્ષા માટે બાંગ્લાદેશ મહત્ત્વપૂર્ણ
ભારત પોતાની તરફથી પૂરા પ્રયાસ કરી રહ્યું છે કે, કોઈપણ પ્રકારની આક્રમકતા દેખાડ્યા વિના બાંગ્લાદેશને પોતાની સાથે રાખવામાં આવે. બાંગ્લાદેશ ભારતનો પાડોશી દેશ છે અને તેની સાથેના સંબંધો ભારતની સુરક્ષા પર પૂરી રીતે પ્રભાવ પાડે છે. બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે ભારતે બોર્ડર પર પોતાની સતર્કતા વધારવી પડશે. ભૂતકાળમાં પણ ભારતને ઊંડા ઘા કરનારા આતંકવાદીઓ અને પ્લેન હાઇજેકર્સ પણ બાંગ્લાદેશના રસ્તે સીમા પાર કરીને અંદર આવી ચૂક્યા છે.
મનોહર પર્રિકર રક્ષા અધ્યાયનને વિશ્લેષણ નવી દિલ્હીના સીનિયર રિસર્ચ એસોસિએટ ડૉ. રાજીવ નયને આ વાત પર ચિંતા વ્યક્ત કરી કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જેમ બાંગ્લાદેશ પણ આ અરાજકતા વચ્ચે આઉટાસ્ટનું ઘર' ન બની જાય. એટલે કે અહીંથી ભાગીને આવેલા આતંકવાદીઓને આશ્રય ન મળવા લાગે. ભારતે સીમા પારથી થતી તમામ પ્રકારની સ્મગલિંગ પર ચાંપતી નજર રાખવી પડશે, પછી તે માણસોની હોય, પશુઓની હોય, સોનાની હોય કે પછી હથિયારોની હોય. તેમના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સૈન્ય અને આતંકવાદ (ઉગ્રવાદ)નું કોકટેલ બનાવવામાં આવી રહ્યું છે અને તેના પર ભારતે સખત નજર રાખવી પડશે.
Related Posts
Top News
'એ સં શી' અને 'યુટી' શું છે? શિવસેનાના બંને જૂથો વચ્ચેના યુદ્ધે રસપ્રદ નવો વળાંક લીધો
જીતો સુરત દ્વારા 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે
'ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે ખોટું છે', સુપ્રીમ કોર્ટે રાજ્ય પોલીસને ફટકાર લગાવી
Opinion
-copy-recovered3.jpg)