- Politics
- ‘જ્યારે પણ હું કોઈ આંકડા લઇને લાવું છું...', જયશંકરે બ્રિટનમાં એવું શું કહ્યું કે, આખો હૉલ હાસ્યથી ગ...
‘જ્યારે પણ હું કોઈ આંકડા લઇને લાવું છું...', જયશંકરે બ્રિટનમાં એવું શું કહ્યું કે, આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલના દિવસોમાં બ્રિટનના પ્રવાસે છે. અહીં માન્ચેસ્ટરમાં તેમણે શનિવારે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય સમુદાય અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું કે આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું તમને આગ્રહ કરીશ કે આ વાણિજ્ય દૂતાવાસને વાસ્તવમાં આ યુગની તૈયારીના રૂપમાં વિચારો. અમે સ્પષ્ટ રૂપે આગામી સમયમાં સંબંધોમાં ખૂબ મોટા ઉછાળાની અપેક્ષા રાખી રહ્યા છીએ. મારો અનુભવ છે કે, જ્યારે પણ હું કોઈ આંકડો લઈને આવું છું, ત્યારે કોઈ મને મોટી સંખ્યા સાથે સહી કરી આપે છે. એટલે હું સમુદાયના આકાર માટે એક સંખ્યા સાથે અહીં આવ્યો હતો, પરંતુ તમારી પાસેથી સાંભળ્યા બાદ, મેં તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય લીધો.
જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, હું આ વાત પર ખૂબ જ ભારપૂર્વક કહેવા માગુ છું, આ આગામી સમય માટે પણ એક તૈયારી છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે ખૂબ જ ઊંડી, ઘનિષ્ટ ભાગીદારી, સ્પષ્ટ રૂપે, નજીકના ભવિષ્યમાં મુક્ત વેપાર સમજૂતી તેના કેન્દ્રમાં છે. પરંતુ અમે મુક્ત વ્યાપાર સમજૂતીને માત્ર અમારી વચ્ચેના વેપાર કે રોકાણની સમજણના રૂપમાં નહીં, પરંતુ તેનાથી કંઈક વધુ મોટા, વાસ્તવમાં એક ગેમ ચેન્જરના રૂપમાં, સંબંધોના ઉચ્ચ કક્ષામાં પ્રતિકાત્મક પરિવર્તનના રૂપમાં જોઈએ છીએ.
ઉદ્ઘાટન સમારોહમાં વિદેશ મંત્રી સાથે નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને ઈન્ડો-પેસિફિકના પ્રભારી વિદેશ કાર્યાલય મંત્રી કેથરિન વેસ્ટ પણ સામેલ થયા હતા. ભારતના 2 નવા મહાવાણિજ્ય દૂતવાસો- માન્ચેસ્ટર અને બેલફાસ્ટનું ઉદ્ઘાટન મંત્રીની 2 દેશોની યાત્રાનો અંતિમ ચરણ છે, જેમાં UK અને આયર્લેન્ડ સામેલ છે, જે મંગળવારે લંડનથી શરૂ થઈ હતી.
તેમણે આગળ કહ્યું કે, મને એ જાણીને ખૂબ જ ખુશી થઇ કે ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ જેમ્સ એન્ડરસન પર રાખવામાં આવ્યું છે. તે એક એવો ખેલાડી છે, જેનું નામ મેં ક્યારેક એ સવાલના જવાબમાં આપ્યું હતું, જ્યારે મને 5 પસંદગીના ક્રિકેટરોના નામ પૂછવામાં આવ્યા હતા. કેમ કે જે આટલા લાંબા સમય સુધી જે ખેલાડી ભાર ઉઠાવી શકે છે, હું તેમને ઓળખી શકું છું. ભારતમાં આપણે આ જગ્યાને (ઓલ્ડ ટ્રેફોર્ડ) સચિન તેંદુલકરની પહેલી સદી માટે જાણીએ છીએ. હું સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતની હાલની મેચોની વાત નહીં કરું, અહીં ઘણી બધી યાદો છે. હું હંમેશાં રમત અને કૂટનીતિના કનેક્શનથી મુગ્ધ રહ્યો છું. મને લાગે છે કે તેમાં અનુશાસન છે. તેમાં બુદ્વિમાની છે. તેમાં રચનાત્મકતા છે, જે બંને વ્યવસાયોમાં અલગ નથી.
Related Posts
Top News
સુરતની ડાયમંડ કંપનીમાં પાણીમાં દવા કોણે નાંખેલી, શોધવું કેમ છે મુશ્કેલ?
106મો બંધારણીય સુધારો અને મહિલાઓ માટે તેનો અર્થ
ભારત સહિત વિશ્વના 108 દેશોમાં 3000થી વધુ સ્થળોએ એક સાથે નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરાઈ
Opinion
