- Sports
- વિશ્વની સૌથી મોટી T20 લીગ IPLમાં થશે આ 5 ફેરફારો; DRS, ઈમ્પેક્ટ ખેલાડી અને...
વિશ્વની સૌથી મોટી T20 લીગ IPLમાં થશે આ 5 ફેરફારો; DRS, ઈમ્પેક્ટ ખેલાડી અને...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 22 માર્ચથી શરૂ થશે. આ 18મી સીઝનની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. શરૂઆતની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ આ વખતે, IPLના કાઉન્ટડાઉન પહેલા ઘણી બધી બાબતો બદલાવાની છે.
એકંદરે, ખેલાડીઓથી લઈને કેપ્ટન સુધી દરેકને આ નિયમોમાં છૂટછાટ આપવાથી ફાયદો થશે. તો ચાલો તમને IPL 2025 સંબંધિત કેટલાક આવા ફેરફારો વિશે જણાવી દઈએ.

હવે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2025માં સ્લો ઓવર રેટ માટે એક નવી વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાની સિસ્ટમમાં, ટીમના કેપ્ટનને ધીમા ઓવર રેટ માટે પ્રતિબંધિત કરવામાં આવતો હતો.
હવે IPLમાં સ્લો ઓવર રેટ માટે કેપ્ટનો પર પ્રતિબંધ નહીં લાગે. હવે આના બદલે, તેમના ડીમેરિટ પોઈન્ટ કાપવામાં આવશે. ગુરુવારે મુંબઈમાં કેપ્ટનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર ગત સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટના ઉલ્લંઘન બદલ એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
https://twitter.com/IPL/status/1891108307756015779
આ પ્રતિબંધને કારણે, હાર્દિક ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 2025 તબક્કાની પહેલી મેચ રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, લેવલ 1ના ઉલ્લંઘન પર ડિમેરિટ પોઈન્ટ્સ ની સાથે સાથે, મેચ ફીના 25થી 75 ટકા પણ કાપવામાં આવશે. જેની ગણતરી આગામી ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. જો બીજા સ્તરનું ઉલ્લંઘન ગંભીર હશે, તો ચાર ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મોટાભાગના કેપ્ટનોની સંમતિ પછી આગામી સત્રમાં બોલ પર લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લીધો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે, બોલ પર લાળ લગાવવાની જરૂર છે, નહીં તો તે સંપૂર્ણપણે બેટ્સમેનોના પક્ષમાં રહેશે. દક્ષિણ આફ્રિકાના વર્નોન ફિલેન્ડર અને ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીએ પણ તેનું સમર્થન કર્યું હતું.
મુંબઈમાં કેપ્ટનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ કોવિડ-19 રોગચાળા દરમિયાન બોલને ચમકાવવા માટે લાળ લગાવવાની જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો અને વિશ્વ સંસ્થાએ ત્યાર પછી 2022માં આ પ્રતિબંધ કાયમી બનાવ્યો હતો. BCCIએ પહેલાથી જ આ અંગે આંતરિક ચર્ચા કરી હતી અને કેપ્ટનોએ નિર્ણય લેવાનો હતો, તેથી કેપ્ટનોએ IPLના આ સત્રમાં લાળનો ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો.
https://twitter.com/IPL/status/1902714243826458967
રાત્રિની મેચોમાં ઝાકળની અસરનો સામનો કરવા માટે, IPL 2025 એક નવો મહત્વપૂર્ણ નિયમ રજૂ કરી રહી છે, 'બીજો બોલ'. ઝાકળ ઘણીવાર બોલરોની બોલને પકડવાની ક્ષમતાને અવરોધે છે, જેના કારણે બેટ્સમેનોને તેનો અયોગ્ય ફાયદો મળે છે, ખાસ કરીને રન ચેઝ દરમિયાન. આને ધ્યાનમાં રાખીને, અમ્પાયર બીજી ઇનિંગની 11મી ઓવર પછી બોલની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. જો વધુ પડતું ઝાકળ જોવા મળ્યું, તો બોલિંગ ટીમને નવા બોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, આ નિયમ બપોરની મેચો પર લાગુ પડશે નહીં.

આ વખતે પણ IPLમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ યથાવત રહેશે. છેલ્લા કેટલાક સિઝનમાં શરૂ થયેલો આ નિયમ IPL 2025માં પણ ચાલુ રહેશે. આ નિયમ ટીમોને મેચ દરમિયાન ખેલાડીને બદલવાની મંજૂરી આપે છે, જેનાથી મોટાભાગની મેચ રમવાની તક ન મળતા અનકેપ્ડ ખેલાડીઓને વધુ તક મળે છે. 2027 આવૃત્તિ પછી ઇમ્પેક્ટ પ્લેયર નિયમની સમીક્ષા કરવામાં આવશે
ઊંચાઈ અને ઓફ સાઇડ વાઈડ માટે DRS ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)માં હવે ઓફ સ્ટમ્પની બહાર ઊંચાઈ અને વાઈડના આધારે નો-બોલ માટે રેફરલ્સનો સમાવેશ થશે. હોક-આઈ ટેકનોલોજી અને બોલ ટ્રેકિંગનો ઉપયોગ અમ્પાયરોને સચોટ નિર્ણયો લેવામાં વધારાની સહાય પૂરી પાડશે.

જે ખેલાડીની બદલી કરવામાં આવી રહી છે તે આખી સિઝન દરમિયાન તેની ટીમ માટે રમવા માટે પાછો ફરી શકશે નહીં. અવેજી કરાર ફક્ત ત્યારે જ થઈ શકે છે, જ્યારે ટીમ BCCIને બધા સંબંધિત દસ્તાવેજો મોકલે અને તેમની મંજૂરીની રાહ જુએ. તે વર્ષ માટે હરાજી પૂર્ણ થયા પછી જ અવેજી ખેલાડીઓનો કરાર કરી શકાય છે.
ટીમોને મોકલવામાં આવેલા એક સંદેશમાં, BCCIએ સ્પષ્ટતા કરી છે કે, ક્યારે આંશિક રિપ્લેસમેન્ટની મંજૂરી છે અને RAPP (રજિસ્ટર્ડ અવેલેબલ પ્લેયર પૂલ) નામનો પૂલ બનાવવાની પણ વાત કરી છે. ફ્રેન્ચાઇઝ RAPPમાંથી ખેલાડીઓને ફક્ત રિપ્લેસમેન્ટ માટે જ લઈ શકે છે. RAPPની વ્યાખ્યાને પણ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે.
Related Posts
Top News
શૌચાલયમાં બેઠા-બેઠા સુનાવણીમાં હાજર થયેલા વ્યક્તિને ગુજરાત હાઈકોર્ટે 2 લાખનો દંડ ફટકાર્યો
વિધાનસભામાંથી ભાજપના 18 ધારાસભ્યોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા
IPL 2025: RCBએ ટોસ જીતીને KKRને બેટિંગ આપી, પાટીદારની કેપ્ટનશીપમાં રમશે કોહલી, જુઓ બંને ટીમ
Opinion
41.jpg)