IPL 2025: RCBએ ટોસ જીતીને KKRને બેટિંગ આપી, પાટીદારની કેપ્ટનશીપમાં રમશે કોહલી, જુઓ બંને ટીમ

On

IPL 2025 ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમની પ્લેઇંગ XI

રોયલ ચેલેન્જર્સ બેેંગ્લોર

ફીલ સોલ્ટ

વિરાટ કોહલી

રજત પાટીદાર

લિયામ લિવિંગસ્ટોન

જિતેશ શર્મા

ટીમ ડેવિડ

કૃણાલ પંડ્યા

રસીખ ડાર

સુયસ શર્મા

જોસ હેઝલવૂડ

યશ દયાળ

કોલકાતા નાઇટ રાઇડર્સ

ક્વિન્ટન ડી કોક

વૈકંટસ ઐયર

અજિંક્ય રહાણે

રિંકુ સિંહ

અંગક્રિશ રઘુવંશી

સુનિલ નરીન

આંદ્રે રસેલ

રમણદીપ સિંહ

હર્ષિત રાણા

વરુણ ચક્રવર્તિ

સ્પેન્સર જોનસન

બંને ટીમો ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે. જ્યારે પણ આ બે ટીમો ટુર્નામેન્ટમાં એકબીજા સામે આવી છે, ત્યારે ચાહકોને રોમાંચક મેચ જોવા મળી છે. આ મેચમાં પણ ચાહકોને એવી જ અપેક્ષાઓ હશે. આ દરમિયાન, અમે તમને જણાવીશું કે આ KKR vs RCB મેચ દરમિયાન ઇડન ગાર્ડન્સની પિચની સ્થિતિ શું હશે.

IPL
BCCI

KKR vs RCB: ઇડન ગાર્ડન્સ પિચ રિપોર્ટ

કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ રહે છે. અહીં ઇનિંગ્સની શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળે છે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. બોલરો અને બેટ્સમેન બંનેને આ પિચની મદદ મળે છે. આ મેદાન પર સરેરાશ સ્કોર 180 રન છે. અત્યાર સુધીમાં, ઇડન ગાર્ડન્સ પર IPLની કુલ 93  મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 38 મેચ જીતી છે. બીજા દાવમાં બેટિંગ કરતી ટીમે 55 મેચમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં, અહીં જે પણ કેપ્ટન ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ઇડન ગાર્ડન્સના IPL ના આંકડા અને રેકોર્ડ્સ

- મેચ- 93

-પ્રથમ બેટિંગ કરતી ટીમે મેચ જીતી - 38

-લક્ષ્યનો પીછો કરતી ટીમ દ્વારા જીતવામાં આવેલી મેચ - 55

-ટોસ જીતનાર ટીમ દ્વારા જીતવામાં આવેલી મેચ - 49

-ટોસ હારેલી ટીમ દ્વારા જીતવામાં આવેલી મેચ - 44

-હાઈએસ્ટ સ્કોર- 262/2

-લોએસ્ટ સ્કોર- 49/10

-લક્ષ્યનો પીછો કરતી વખતે હાઈએસ્ટ સ્કોર - 262/2

-પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર -180

ipl1
BCCI

મેચ દરમિયાન કોલકાતામાં કેવું રહેશે હવામાન?

જો આ મેચ માટે કોલકાતાના હવામાન વિશે વાત કરીએ, તો તે એટલું સારું લાગતું નથી. હવામાન અહેવાલ મુજબ, મેચના દિવસે વરસાદની શક્યતા 75% છે. આવી સ્થિતિમાં, વરસાદને કારણે આ મેચ પણ રદ થઈ શકે છે. સારી વાત એ છે કે જ્યારે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે ત્યારે વરસાદની શક્યતા માત્ર 45% છે. આવી સ્થિતિમાં, હવે ચાહકો ઈચ્છશે કે આ મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાય.

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે

આમ આદમી પાર્ટી (આપ) ના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર...
Opinion 
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે

BSNL એ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, એક રિચાર્જમાં 3 લોકોનું ચાલશે કનેક્શન

રિચાર્જ પ્લાનને લઈને Jio, Airtel, VI અને BSNL વચ્ચે જોરદાર કોમ્પિટીશન ચાલી રહી છે. બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા...
Tech & Auto 
BSNL એ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, એક રિચાર્જમાં 3 લોકોનું ચાલશે કનેક્શન

‘ઢોસા કિંગ’ 3000નું સામ્રાજ્ય ઉભું કરેલું, જયોતિષના ચક્કરમાં બધું ગુમાવ્યું

ડુંગળી વેચનારનો એક પુત્ર ઢોસાકિંગ બની ગયો હતો અને જોતજોતામાં 3000 કરોડનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું. પરંતુ એક ભૂલને...
Business 
‘ઢોસા કિંગ’ 3000નું સામ્રાજ્ય ઉભું કરેલું, જયોતિષના ચક્કરમાં બધું ગુમાવ્યું

સેમસંગ ગેલેક્સી A26 5G ભારતમાં લોન્ચ, 2 હજારના ડિસ્કાઉન્ટ સાથે મળશે ઘણી સુવિધાઓ

સેમસંગ ગેલેક્સી A26 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ, 5000mAh બેટરી, 25W ...
Tech & Auto 
સેમસંગ ગેલેક્સી A26 5G ભારતમાં લોન્ચ, 2 હજારના ડિસ્કાઉન્ટ સાથે મળશે ઘણી સુવિધાઓ

Opinion

ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી (આપ) ના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર...
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
સવજીભાઈ ધોળકીયા: જલસંચય માટે ગુજરાતમાં સૌથી સક્રિય વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.