દીકરી ભલે ગમે ત્યાં હોય, પણ હંમેશાં બાપના હૈયાની નજીક જ જોઈ છે

On

(Utkarsh Patel) મારા મતે આ સંસારમાં દીકરી એટલે જીવનો ટુકડો. નસીબવંતા લોકોને ત્યાં જ દીકરી જન્મે. અને દીકરી જન્મે એટલે પિતાનો જીવ પડીકે બંધાય, દીકરીનો બાપ જીવે ત્યાં સુધી એનો જીવ રહે દીકરીમાં. મા થોડી કાઠી બને કેમકે એ પણ કોઈકની દીકરી હોય અને બધું સહન કરી ચૂકી હોય પિતાનું ઘર મુકીને આવે ત્યારે. પણ બાપનું હૈયું હંમેશાં દીકરી માટે હંમેશાં વ્યથિત અને ભીનું રહે.

દીકરી નાની હોય ત્યારથી ઘરમાં ઝાંઝર ખખડે એમ ખડખડાટ મલકાતી હોય. એનું હાસ્ય એટલે જાણે બાપના જીવનમાં ઉનાળાના તડકામાં શીતળ છાયડો. ક્યારેક જમાદારની જેમ પિતા પર રોફ જમાવે અને ક્યારેક લાડકી બની જીદે ચઢીને ધાર્યુ કરાવે એ દીકરી.

દીકરી ભણવા જાય કે ફળિયામાં રમવા જાય માતા પિતાનો જીવ ત્યાં જ હોય જ્યાં દીકરી હોય. દીકરી નાની હોય કે પછી મોટી થઇને શાળા કોલેજ જતી હોય માનો જીવ સતત એની કાળજી લેવામાં પરોવાયેલો હોય! દીકરીના સુખી જીવન માટે જાણે કેટલાય સપના જોતો હોય અને એ સપના પૂરા કરવા રાત દિવસ મજૂરી કરે તેને કહેવાય દીકરીનો બાપ.

જીવનભરની શ્રમની ભેગી કરેલી મૂડી દીકરીના વિવાહમાં વાપરતો બાપ દીકરીને પારકે ઘરે જવા દે દુનિયાના રીતરિવાજ મુજબ. હૈયું ભારે હોય છતાંયે  વ્હાલિ દીકરીને પારકાનું ઘર પોતાનું કરવા વિદાય આપે તે દીકરીના મા બાપ. દીકરી વિદાય તો થાય પણ મા બાપનું હૈયું તો દીકરીની નજીક જ હોય.

દીકરી એટલે બાપના જીવનો ટુકડો અને માનો પડછાયો! દીકરીમાં મા અને બાપ બંનેવની આભા છલકાતી હોય! દીકરી ભલે દૂર હોય પણ એના હૈયામાં સતત મા બાપની લાગણીની ચિંતા હોતી હોય છે અને આજના સંસારમાં દીકરાઓ ખોટું ના લગાડશો પણ તમારા કરતા દીકરીઓ મા બાપની કાળજી લેવામાં હંમેશાં અગ્રેસર રહે છે. વંદન છે આ દિકરીઓને જે પારકાને પોતાના બનાવી એ સંસારમાં લક્ષ્મી રૂપે જીવે અને પોતાના મા બાપની લાગણી પણ કરે.

અગત્યનું:

દીકરીઓની કાળજી લેજો પછી એ તમારી દીકરી હોય કે તમારી પત્ની રૂપે આવેલી કોઈક બાપની દીકરી હોય. દીકરીને હૈયાની નજીક રાખજો.

(સુદામા)

 

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.