- World
- અમેરિકાના કર્મચારીઓ ચીની સાથે શારીરિક સંબંધ ન બાંધે, US સરકારનો આદેશ
અમેરિકાના કર્મચારીઓ ચીની સાથે શારીરિક સંબંધ ન બાંધે, US સરકારનો આદેશ

ચીન અને અમેરિકાના સંબંધો વિશે બધા જાણે છે. બંને દેશો દરરોજ એકબીજા વિરુદ્ધ અલગ અલગ નિર્ણયો લેતા રહે છે, પરંતુ તાજેતરમાં અમેરિકાએ એક ખૂબ જ રસપ્રદ નિર્ણય લીધો છે. કદાચ તમને પણ આ વિશે જાણીને આશ્ચર્ય થશે. હકીકતમાં, અમેરિકન સરકારે ચીનમાં હાજર તેના લોકોને ચીની નાગરિકો સાથે રોમેન્ટિક અથવા શારીરિક સંબંધો બાંધવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બાબત સાથે સીધા જોડાયેલા ચાર લોકો પાસેથી એક સમાચાર એજન્સીને આ માહિતી મળી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નીતિ જાન્યુઆરીમાં લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન US રાજદ્વારી નિકોલસ બર્ન્સે ચીન છોડતા પહેલા તેનો અમલ કર્યો હતો. જોકે US સરકારી એજન્સીઓ પાસે આવા સંબંધો અંગે પહેલાથી જ કડક નિયમો હતા, પરંતુ આટલા મોટા પાયે પ્રતિબંધ પહેલાં ક્યારેય જાહેરમાં જોવા મળ્યો ન હતો. એવું કહેવાય છે કે, અમેરિકન રાજદ્વારીઓ સામાન્ય રીતે વિવિધ દેશોમાં સ્થાનિક નાગરિકોને ડેટ કરે છે અને તેમની સાથે લગ્ન પણ કરે છે.
ગયા વર્ષે, અમેરિકન કર્મચારીઓને ચીની નાગરિકો સાથે રોમેન્ટિક અને શારીરિક સંબંધો રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને જેઓ US એમ્બેસી અને પાંચ ચીની કોન્સ્યુલેટમાં સુરક્ષા ગાર્ડ અથવા સહાયક સ્ટાફ તરીકે પોતાની ફરજો બજાવી રહ્યા છે. જોકે, આ વર્ષે જાન્યુઆરીમાં, બર્ન્સે આ નીતિને વધુ કડક બનાવી અને તેને ચીનમાં કામ કરતા તમામ અમેરિકન કર્મચારીઓ પર લાગુ કરી.

માહિતી અનુસાર, આ નીતિ જાન્યુઆરીમાં અમેરિકન કર્મચારીઓને મૌખિક અને ઇલેક્ટ્રોનિક રીતે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેની જાહેરાત જાહેરમાં કરવામાં આવી ન હતી. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પણ તેને સ્ટેટ ડિપાર્ટમેન્ટનો મામલો ગણાવીને તેનાથી દૂરી બનાવી લીધી હતી. આ નીતિ બેઇજિંગમાં US દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલ (ગુઆંગઝોઉ, શાંઘાઈ, શેન્યાંગ, વુહાન અને હોંગકોંગ)માં કામ કરતા US અધિકારીઓને આવરી લે છે, પરંતુ ચીનની બહાર કામ કરતા US કર્મચારીઓને લાગુ પડતી નથી.

જોકે, એવા અમેરિકન કર્મચારીઓ માટે અપવાદ છે, જેઓ પહેલાથી જ ચીની નાગરિકો સાથે સંબંધમાં છે. તેઓ આ પ્રતિબંધમાંથી મુક્તિ મેળવવા માટે અપીલ કરી શકે છે, પરંતુ જો તેમની અપીલ નકારી કાઢવામાં આવે તો તેમણે કાં તો પોતાનો સંબંધ સમાપ્ત કરવો પડશે અથવા નોકરી છોડી દેવી પડશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓને તાત્કાલિક ચીનમાંથી દેશનિકાલ કરવામાં આવશે.
Related Posts
Top News
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Opinion
-copy7.jpg)