અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું પડશે, નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત

અઠવાડિયામાં વધુ કલાક કામ કરવાને લઈને હાલના દિવસોમાં ખૂબ વિવાદ થયો છે. પહેલા ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવાની વાત કરી અને પછી L&Tના ચેરમેને 90 કલાકની વાત કરી હતી. હવે નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત પણ આ લિસ્ટમાં જોડાઈ ગયા છે. G-20 શેરપા કાંતે કહ્યું છે કે, ભારતીયોએ સખત મહેનત કરવી જોઈએ અને અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું જોઈએ. ભારતે 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માટે અથાક પરિશ્રમની જરૂર છે, ન કે વર્ક લાઇફ બેલેન્સ પ્રત્યે ઝનૂનની.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક કાર્યક્રમમાં બોલતા અમિતાભ કાંતે કહ્યું કે, સખત મહેનત ન કરવા બાત કરવું ફેશનેબલ બની ગયું છે. હું સખત મહેનતમાં વિશ્વાસ રાખું છું. ભારતીયોએ સખત મહેનત કરવી જોઈએ, પછી તે અઠવાડિયામાં 80 કલાક હોય કે 90 કલાક હો. જો તમારી મહત્ત્વાકાંક્ષા 4 ટ્રિલિયન ડોલરથી 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની છે, તો તમે તેને મનોરંજનના માધ્યમથી કે કેટલાક ફિલ્મ સ્ટાર્સના વિચારોને અનુસરીને નહીં કરી શકો. તેમણે એમ પણ કહ્યું કે, લોકોએ ડેડલાઇન અગાઉ પ્રોજેક્ટ ડિલિવર કરવા માટે સખત મહેનત કરવી જોઈએ.

Amitabh-Kant1

તમને જણાવી દઈએ કે, અમિતાભ કાંત પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)ના ચેરમેન S.N. સુબ્રમણ્યમના એક નિવેદને ખૂબ વિવાદ ઉભો કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, લોકોએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. રવિવારે પણ કામ પર જવું જોઈએ. તેમણે અહીં સુધી કહી દીધું કે ઘરે રહીને કેટલા સમય સુધી પોતાની પત્નીને જોયા કરશો. આ પહેલા નારાયણ મૂર્તિના આવા જ નિવેદન પર ખૂબ હોબાળો થયો હતો.

Amitabh-Kant2

કોરિયા-જાપાનનું આપ્યું ઉદાહરણ

કાર્યક્રમમાં બોલતા અમિતાભ કાંતે કોરિયા અને જાપાનના ઉદાહરણ પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ દેશોએ મજબૂત વર્ક એથિકની મદદથી જ આર્થિક સફળતા મેળવી છે અને ભારતે પણ આવી જ માનસિકતા વિકસિત કરવી જોઈએ. કાન્તે એ વાત પર ભાર આપ્યો કે, જો કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી કામ કરે છે તો પણ કાર્ય લાઇફ બેલેન્સ હાંસલ કરી શકાય છે.

Related Posts

Top News

આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

બિહારથી એક એવી ઘટના સામે આવી છે, જેણે ફરી એક વખત બિહાર શિક્ષણ વ્યવસ્થાને પૂરી રીતે શરમસાર કરી દીધી...
Education 
આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો...
Gujarat 
અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

નિફ્ટી 27590 સુધી પહોંચી શકે છે, નિષ્ણાતોના મતે આ શેર ખૂબ કમાણી કરાવી આપશે!

ગયા અઠવાડિયે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી.   દરમિયાન, બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર (PL કેપિટલ) એ આગાહી કરી છે...
Business 
નિફ્ટી 27590 સુધી પહોંચી શકે છે, નિષ્ણાતોના મતે આ શેર ખૂબ કમાણી કરાવી આપશે!

બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..

ભારતને આમ જ 'જુગાડુઓનો દેશ' કહેવામાં આવતો નથી. અહીં દરેક સમસ્યાનું કોઈક ને કોઈક અનોખું સમાધાન શોધી કાઢનારા...
Offbeat 
બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..
Copyright (c) Khabarchhe All Rights Reserved.